આખરે કૉંગ્રેસે મહારાષ્ટ્રના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
આખરે કૉંગ્રેસે મહારાષ્ટ્રના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે યોજાવાનું છે ત્યારે છેલ્લે છેલ્લે કૉંગ્રેસે મહારાષ્ટ્રમાં પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જેવા નેતાઓના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કૉંગ્રેસ સચિવ કે. સી. વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી-વાડ્રા જેવા નેતાઓ પણ મહારાષ્ટ્રમાં પ્રચાર સભાઓ ગજાવશે.
મહાવિકાસ આઘાડી (એમવીએ) તરફથી કૉંગ્રેસના ફાળે મહારાષ્ટ્રની 17 બેઠક આવેલી છે અને પોતાના ઉમેદવારો તેમ જ સાથી પક્ષના ઉમેદવારો માટે કૉંગ્રેસના નેતાઓ પ્રચાર કરશે. મહાવિકાસ આઘાડી અન્ય પક્ષ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ફાળે 21 બેઠક જ્યારે શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના ભાગે 10 બેઠક આવી હતી.
કૉંગ્રેસે જાહેર કરેલી યાદીમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કે. સી. વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી, રમેશ ચેન્નિથલા, નાના પટોલે, બાલાસાહેબ થોરાત, વિજય વડેટ્ટીવાર, સુશિલકુમાર શિંદે, મુકુલ વાસનિક, પૃથ્વીરાજ ચવ્હાણ, અવિનાશ પાંડે, ઇમરાન પ્રતાપગઢી, માણિકરાવ ઠાકરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, વર્ષા ગાયકવાડ, ચંદ્રકાંત હંડોરે, સતેજ પાટીલ, યશોમતી ઠાકુર, શિવાજીરાવ મોઘે, આરિફ નસીમ ખાન, અમિત દેશમુખ, કુણાલ પાટીલ, હુસૈન દલવઇ, રમેશ ભાગવે, વિશ્ર્વજીત કદમ, કુમાર કેતકર, બાલચંદ્ર મુંગેકર, અશોક જગતાપ, રાજેશ શર્મા, મુઝફ્ફર હુસૈન, અભિષેક વંજેરી, રામહરિ રુપનવર, અતુલ લોંઘે, સચિન સાવંત, ઇબ્રાહિમ શેખ, સુનિલ આહિર, વજાહત મિર્ઝા, અનંત ગાડગીલ, સંધ્યાતાઇ સ્વાલખે આ નામોનો સમાવેશ થાય છે.