loksabha સંગ્રામ 2024આમચી મુંબઈમહારાષ્ટ્ર

હરિયાણાની હારમાંથી કોંગ્રેસ બોધપાઠ લેશે?: ‘આપ’ અને સમાજવાદી પાર્ટી માટે શું છે Plan?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાવિકાસ અઘાડી (એમવીએ)ના ઘટક પક્ષો વચ્ચે મુંબઈની બેઠકોને લઈને ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે અને તેની સત્તાવાર જાહેરાત હજુ કરવાની બાકી છે. સંભવિત ફોર્મ્યુલા મુજબ ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી) મુંબઈમાં મહત્તમ ૧૮ બેઠક પર ચૂંટણી લડશે. મુંબઈમાં કોંગ્રેસને ૧૪ બેઠક મળશે. જ્યારે શરદ પવાર જૂથને મુંબઈમાં ૨ બેઠકો મળશે.

આ પણ વાંચો : ટિકિટ માટે કંઈપણઃ નિલેશ રાણેનો મહાયુતીના એક પક્ષમાંથી બીજા પક્ષમાં કૂદકો

આ સિવાય મુંબઈમાં સમાજવાદી પાર્ટી અને આપ (આમ આદમી પાર્ટી)ને એક-એક સીટ આપવામાં આવશે. મુંબઈમાં વિધાનસભાની ૩૬ બેઠકો છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટી આજે રાત્રે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. જોકે, આમ આદમી પાર્ટીએ અગાઉથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.

હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે હરિયાણાની હારમાંથી કોંગ્રેસે પાઠ શીખ્યો છે અને ‘ઇન્ડિ’ ગઠબંધનના સહયોગી પક્ષોને બેઠક આપીને સંકલન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હરિયાણામાં કોંગ્રેસે ગઠબંધન નહીં કરવાના કારણે પાર્ટીને નુકસાન થયું અને સત્તા ગઈ. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં એમવીએ પક્ષો કોઈપણ જોખમ લેવા માંગતા નથી.

અખિલેશ યાદવની પાર્ટી વધુ સીટોની માંગ કરી રહી હતી, પરંતુ એમવીએમાં મુંબઈમાં એક સીટ આપવા માટે સહમતિ સધાઈ છે. સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવ સમગ્ર મહારાષ્ટ્રમાં ૧૨ બેઠકો પર દાવો કરી રહ્યા હતા.

એમવીએ ફોર્મ્યુલા મુજબ નાની પાર્ટીઓને ૩-૬ સીટ આપવાની રણનીતિ બનાવવામાં આવી છે. અખિલેશ યાદવને ભિવંડી અને માનખુર્દ બેઠકો આપવાની ચર્ચા છે. અખિલેશ યાદવ આ વાત સ્વીકારે છે કે નહીં તે જોવાનું રહેશે.

જો આખા મહારાષ્ટ્ર માટે મહાવિકાસ અઘાડીમાં સીટ વિતરણની વાત કરીએ તો સંભવિત ફોર્મ્યુલા મુજબ કોંગ્રેસ ૧૦૩થી ૧૦૮ સીટ પર ચૂંટણી લડી શકે છે. તે જ સમયે ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટી શિવસેના ૯૦-૯૫ બેઠક પર ઉમેદવારો ઉભા કરી શકે છે. શરદ પવારના જૂથની પાર્ટી એનસીપીને ૮૦-૮૫ બેઠક મળી શકે છે જ્યારે અન્યને ત્રણથી છ બેઠક મળી શકે છે. મહારાષ્ટ્રમાં કુલ ૨૮૮ વિધાનસભા સીટ છે.

આ પણ વાંચો : Maharashtra Assemblyની ચૂંટણી પહેલા શરદ પવારને ધક્કો

આજે કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાત મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ચાલી રહેલી મડાગાંઠને ઉકેલવા માટે શરદ પવારને મળ્યા હતા. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની ૨૮૮ સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે ૨૦ નવેમ્બરે મતદાન થશે જ્યારે મતગણતરી ૨૩ નવેમ્બરે થશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker