આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કોંગ્રેસ નેતા નાના પટોલેના નિવેદનથી વિવાદ, ભાજપે કહ્યું….

અકોલાઃ વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે નેતાઓના આરોપ-પ્રત્યારોપ વિવાદનું કારણ બની રહ્યું છે, જેમાં તાજેતરમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નાના પટોલે વિવાદમાં સપડાયા છે. તેમણે અકોલા જિલ્લામાં ઓબીસી સમુદાયની સાથે સત્તાધારી ગઠબંધનની વર્તણૂક અંગે ટિકા કરી હતી. પટોલેએ કહ્યું હતું કે હું પૂછવા માગું છું કે શું અકોલાના ઓબીસી લોકો ભાજપને મત આપશે, જે તમને શ્વાન કહે છે? પણ હવે સમય એવો આવી ગયો છે કે તમે ભાજપ સાથે એવો વર્તાવ કરો. તેઓ વધુ અહંકારી બની ગયા છે. કોંગ્રેસના નેતાએ ભાજપ પર ઓબીસી સમુદાયનું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો.

ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના મહારાષ્ટ્ર એકમના વડા નાના પટોલેની ‘કૂતરો’ ટિપ્પણી પર કોંગ્રેસની નિંદા કરી હતી અને કહ્યું હતું કે આવી ટિપ્પણીઓ વિધાનસભા ચૂંટણીમાં તોળાઈ રહેલી હાર પર મહા વિકાસ અઘાડીની હતાશા દર્શાવે છે.

નાના પટોલેના આવા વિવાદિત નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા પ્રદીપ ભંડારીએ કહ્યું હતું કે નાના પટોલેએ હતાશામાં આવીને વિવાદિત ટિપ્પણી કરી છે. નાના પટોલે હતાશ છે કારણ કે તેમને ખબર પડી ગઇ છે કે ચૂંટણીમાં કોંગ્રેસ કે તેમની મહાવિકાસ આઘાડીની સરકાર બનવા જઇ રહી નથી, તેથી હતાશામાં આવીને તેમણે આવી ટિપ્પણી કરી છે.

નાના પટોલેએ તાજેતરમાં અકોલા જિલ્લામાં ઉમેદવાર માટે પ્રચાર કરતી વખતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપની ગઠબંધન સરકાર સંકટમાં છે. ફડણવીસ, શિંદે અને અજિત પવારે દિલ્હીમાં બેસેલા મોદી અને શાહને મહારાષ્ટ્રને લૂંટીને આપવાનું પાપ કર્યું છે. મહારાષ્ટ્ર ગુજરાત પાસે ગીરવે મૂકાયું છે.

છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમામાં પણ ભાજપની ગઠબંધન સરકારે ભ્રષ્ટાચાર કરીને શિવાજી મહારાજ અને શિવપ્રેમીઓનું અપમાન કર્યું છે. ભાજપના નેતાઓએ યવતમાલ જિલ્લાના વાણીમાં કુણબી સમુદાયનું કૂતરા કહીને અપમાન કર્યું છે. ભાજપ ઓબીસી સમુદાયને કૂતરા ગણે છે. ઓબીસી સમુદાય સાથે આવો ખરાબ વ્યવહાર કરનારાઓને ઘરે બેસાડવાનો સમય આવી ગયો છે.”

શિવસેના (UBT)ના સાંસદ અરવિંદ સાવંતે કથિત રીતે શાઇના એનસી સામે વિવાદિત નિવેદન કર્યા બાદ આ નવો વિવાદ સામે આવ્યો છે. શાઇના એનસી ભાજપમાંથી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથમાં સામેલ થયા હતા. અરવિંદ સાવંતે તેમને “આયાતી માલ” તરીકે ઓળખાવ્યા હતા.

Also Read – ભાજપના પ્રચારકોથી પવાર-શિંદે મુંઝાયા, આ રીતે છેડો ફાડ્યો

દરમિયાન મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલી દરમિયાન જાહેર સભામાં ખોટું બોલવા અને પાયાવિહોણા આક્ષેપો કરીને બદનામ કરવા બદલ ભાજપે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી ચૂંટણી રેલીઓમાં ભાજપ પર પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે. તેઓ બંધારણને નાબૂદ કરવા માટે ભાજપ પર વારંવાર પ્રહારો કરી રહ્યા છે જે સંપૂર્ણપણે પાયાવિહોણા છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર 20 નવેમ્બરે મતદાન થવાનું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button