આમચી મુંબઈમહારાષ્ટ્ર

147 રોકાણકારો સાથે રૂ. 17.94 કરોડની છેતરપિંડી: એક વર્ષથી ફરાર કંપનીના પ્રોપ્રાઇટરની આંધ્ર પ્રદેશથી ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આકર્ષક વ્યાજની લાલચે 147 જેટલા રોકાણકારો સાથે રૂ. 17.94 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર ચેન્નઇના રહેવાસી અને મે. જી.વી.આર. એક્સપોટર્સ એન્ડ ઇમ્પોર્ટના પ્રોપ્રાઇટર વેંકટરમનન ગોપાલનને મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આંધ્ર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો. ગોપાલનને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને 11 જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચો: મંત્રાલયમાં નોકરી અપાવવાના બહાને 39 લાખની છેતરપિંડી: બે સામે ગુનો

ગોપાલને ખેતપેદાશોની આયાત-નિકાસનો વ્યવસાય હોવાનું દર્શાવીને ઉદ્યોગની વૃદ્ધિ માટે મોટા પાયે કંપનીમાં રોકાણની જરૂર હોવાનું જણાવ્યું હતું. આરોપીએ એફડી પર માસિક 7થી 10 ટકા વ્યાજ આપવાની યોજના વહેતી કરી હતી. મારું વળતર મળવાની આશામાં ઘણા રોકાણકારો રોકાણ કરી બેઠા હતા.

આ પણ વાંચો: મંત્રાલયમાં નોકરીની લાલચે છેતરપિંડી: નિવૃત્ત સરકારી કર્મચારીના જામીન મંજૂર

ડિસેમ્બર, 2021થી માર્ચ, 2023 દરમિયાન લોકો સાથે છેતરપિંડી આચરાઇ હતી. આરોપીએ સાંતાક્રુઝ પૂર્વના વાકોલા વિસ્તારમાં દલખાનિયા હાઉસના ત્રીજા માળે જગ્યા ભાડે લઇને કંપનીની ઓફિસ ખોલી હતી. જોતજોતામાં 147 રોકાણકારોએ રૂ. 17.94 કરોડનું રોકાણ કર્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો: કસ્ટમ્સના ક્લિયરિંગ એજન્ટના સ્વાંગમાં જૂહુના બિઝનેસમેન સાથે 1.26 કરોડની છેતરપિંડી

મોટી રકમ જમા થયા બાદ આરોપી ઓફિસને તાળાં મારી રાતોરાત ફરાર થઇ ગયો હતો. 7 જુલાઇ, 2023ના રોજ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એ સમયથી આરોપી પોલીસને હાથતાળી આપવા સતત જગ્યા બદલતો રહેતો હતો. આખરે મળેલી માહિતીને આધારે પોલીસ ટીમ આંધ્ર પ્રદેશ રવાના થઇ હતી અને તિરુપતિ ખાતે સતત ત્રણ દિવસ સુધી છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker