મળી ગયા ખોવાયેલા કૉમેડિયન સુનીલ પાલઃ જાતે પોલીસને ફોન કરીને કહ્યું કે…
મુંબઈ: ગઈ કાલે મંગળવારે જાણીતા કોમેડિયન સુનીલ પાલના ગુમ થવાના સમાચાર મળતા ખળભળાટ મચી ગયો હતો, પરંતુ થોડા કલાકો પછી તેઓ મળી આવ્યા (Sunial Pal Kidnapped) હતાં. તેમણે ખુદ પોલીસને જાણ કરી હતી કે તેઓ 4 ડિસેમ્બરે મુંબઈ પહોંચી જશે. આ સિવાય તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો, તેમણે કહ્યું છે કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, સુનીલ પાલે કહ્યું કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે. આ સાથે તેણે કહ્યું કે તેઓ દિલ્હીથી મુંબઈ જવા રવાના થઈ રહ્યા છે, બાકીની માહિતી તે 4 ડિસેમ્બરે આપશે.
પત્નીએ ફરિયાદ નોંધાવી:
અહેવાલ મુજબ, સુનીલની પત્નીએ તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, સુનીલ એક શો કરવા માટે મુંબઈની બહાર ગયા હતાં અને મંગળવારે ઘરે પરત ફરવાના હતાં, પરંતુ તેઓ ઘરે ન આવ્યા અને ફોન પર પણ સંપર્ક ન થઇ શક્યો. પત્નીની ફરિયાદ બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી.
Also read: નરગીસ ફખરીની બહેનની ધરપકડ, એક્સ બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડની હત્યાનો આરોપ
પત્નીએ ફરિયાદમાં જણાવ્યું કે સુનીલ પાલ છેલ્લા કેટલાક દિવસોથી કામ માટે મુંબઈથી બહાર હતાં અને તેઓ 3 ડિસેમ્બરે પરત ફરવાનનાં હતાં. પરંતુ જ્યારે તે ઘરે ન હતો અને તેનો ફોન પણ બંધ હતો ત્યારે તેઓએ પોલીસની મદદ માંગી હતી.
પોલીસને ફોન કરી જાણકારી આપી:
ગઈ કાલે સાંજે સુનીલે પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેમનું અપહરણ થયું હોવાનું જણાવ્યું હતું. આજે તેઓ મુંબઈ પરત ફરશે અને ઘટનાક્રમ વિષે વધુ જાણકારી આપશે.
Also read: વિક્રાંતનો પબ્લિસિટી સ્ટંટ કે શુંઃ અચાનક કરી રિટાયરમેન્ટની જાહેરાત
સુનીલની કારર્કિદી:
કોમેડિયન ઉપરાંત સુનીલ પાલ એક્ટર પણ છે, તેમણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનનો વિજેતા હતાં. 2010 માં, તેમણે સિરાજ ખાન, જોની લીવર, રાજુ શ્રીવાસ્તવ, કપિલ શર્મા, નવીન પ્રભાકર, અહેસાન કુરેશી, સુદેશ લાહિરી અને અન્ય સહિત 51 સ્ટેન્ડ-અપ કોમેડિયન અભિનીત કોમેડી ફિલ્મ ‘ભાવનાઓ કો સમજો’ લખી અને નિર્દેશિત કરી. તેણે ‘બોમ્બે ટુ ગોવા’ ફિલ્મ પણ લખી અને ‘કિક’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.