Coldplayનો ભારતમાં આટલો ક્રેઝ! ટીકીટ લાઈવ થતા જ BookMyShow ક્રેશ થઈ ગઈ
મુંબઈ: ગ્રેમી એવોર્ડ વિજેતા બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લે(Coldplay) તેના ‘મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર’ દમિયાન ભારત આવવાનું છે, મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડીયમમાં 18,19 અને 21 જાન્યુઆરી 2025ના રોજ કૉન્સર્ટ યોજાશે. આ કોન્સર્ટની ટિકિટોનું વેચાણ આજથી ઓનલાઈન શરુ થયું હતું. વેચાણ શરુ થતા જ લોકોનો એટલો ધારસો થયો કે ઓનલાઈન ટિકિટિંગ સાઇટ BookMyShow ક્રેશ થઈ ગઈ, અને સાઈટ રીસ્ટોર થયા પછી પણ, લાંબી ક્યું જોવા મળી છે.
ટિકિટ ખરીદવા ઈચ્છતા ચાહકોનો ભારે ધસારો હોવાથી, BookMyShow એ નવી તારીખ ઉમેરી હતી. બેન્ડ 21 જાન્યુઆરી, 2025ના રોજ પણ પરફોર્મ કરશે. Instagram પર BookMyShow એ અપડેટેડ પોસ્ટર સાથે આ વાત શેર કરી છે.
BookMyShow એ લખ્યું કે, “21 જાન્યુઆરી 2025 માટે એક નવો શો ઉમેરવામાં આવ્યો છે!!”
કોલ્ડપ્લેએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ તેમના મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર મુંબઈમાં લાવશે. 2016 માં ભારતમાં કોલ્ડપ્લેના છેલ્લા શો બાદ, બેન્ડબી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
BookMyShow સાઇટના ક્રેશ પર પ્રતિક્રિયા આપતા, એક વ્યક્તિએ કહ્યું, “#BookMyShow બંધ થઈ ગયું છે.. અરે મને કોલ્ડ પ્લેની ટીકીટ નથી જોઈતી, મારે બસ એક મૂવી ટિકિટ જોઈએ છે. જલદી કરો.”
એક એક્સ યુઝરે કહ્યું, “અમે ક્યારેય સમજાયું નથી કે શા માટે #BookMyShow ને બુકિંગ માટે ટિકિટિંગ પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવે છે. તેઓએ વર્લ્ડ કપની ટિકિટ અને હવે કોલ્ડપ્લે ટીકીટ માટે ગોટાળો કર્યો. એપ ક્રેશ થઈ ગઈ.”
બુકિંગ લાઇવ થાય તે પહેલાં, BookMyShow.Live એ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું, “કોલ્ડપ્લે ચાહકો ધ્યાન આપો. દરેક ચાહકને શોનો અનુભવ કરવા માટે ટિકિટ મેળવવાની વાજબી તક મળે! એ માટે એક યુઝર્સ વધુમાં વધુ 4 ટીકીટ બુક કરી શકે છે. તમામ શોની ટિકિટ 12 PM વાગ્યે લાઇવ થશે.”
Also Read –