મહારાષ્ટ્રમાં કોલ્ડ ચેઇન ટેન્ડર કૌભાંડ: ₹ 62 કરોડની તપાસ શરૂ

મુંબઈઃ મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય વિભાગે રસી સંગ્રહ માટે બનાવાયેલ કોલ્ડ ચેઇન સાધનો માટે રૂ. ૬૨ કરોડના ટેન્ડર પ્રક્રિયા સંબંધિત ગેરરીતિઓના આરોપોની તપાસ શરૂ કરી છે. ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારની વિનંતીને પગલે, વિભાગને સંપૂર્ણ તપાસ કરવા અને કથિત ગેરરીતિઓ અંગે અહેવાલ રજૂ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા માત્ર એક અઠવાડિયામાં બીજી તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ, વિભાગે મહારાષ્ટ્ર મેડિકલ ગુડ્સ પ્રોક્યોરમેન્ટ ઓથોરિટીને તબીબી સાધનોની ખરીદી માટે રૂ. ૫૬ કરોડના ટેન્ડર સંબંધિત કથિત ગેરરીતિઓની તપાસ કરવા સૂચના આપી હતી.
આપણ વાંચો: મુંબઈ મનપાના રોડ કોન્ટ્રાક્ટમાં કથિત ગેરરીતિઓની તપાસની માગણી…
કોલ્ડ ચેઇન સાધનોના કિસ્સામાં એવા આક્ષેપો લાગી રહ્યા છે કે ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓની જાહેરાતના થોડા દિવસો પહેલા જ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવે છે કે માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને બજાર દર કરતાં ચારથી પાંચ ગણા વધુ ભાવે સાધનો ખરીદવામાં આવ્યા હતા.
તેના આધારે આરોગ્ય વિભાગના સચિવ, નિપુણ વિનાયકે ૨ જૂનના રોજ આરોગ્ય સેવા કમિશનરને “વિગતવાર તપાસ હાથ ધરવા અને તપાસ અહેવાલના આધારે કાર્યવાહી કરવા” સૂચના આપી હતી. સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ પર ૧૮ એપ્રિલના રોજ, મળેલી એક અનામી ફરિયાદમાં કથિત અનિયમિતતાઓનો દાવો કરાયો હતો.
જોકે, એના જવાબમાં ૨૫ એપ્રિલના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ફરિયાદીને જણાવ્યું હતું કે રાજ્ય તેની ખરીદી કેન્દ્ર સરકારના નાણાંને બદલે પોતાના ભંડોળનો ઉપયોગ કરીને કરે છે. ત્યારબાદ, કેન્દ્રીય મંત્રાલયે ફરિયાદને યોગ્ય કાર્યવાહી માટે મિશન ડિરેક્ટર (રાષ્ટ્રીય આરોગ્ય મિશન) અને મહારાષ્ટ્રના રાજ્યના વિસ્તૃત રસીકરણ કાર્યક્રમને મોકલી હતી.
આપણ વાંચો: ઝોમેટો બિનઆરોગ્યપદ ફૂડ સપ્લાય કરી રહ્યું છે? હૈદરાબાદના વેરહાઉસમાં દરોડા દમિયાન ગેરરીતિઓ મળી આવી
ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ સામૂહિક રીતે સરકાર સાથે ૪૦ થી ૫૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. તેમાં સાધનો ઊંચા ભાવે ખરીદવા, બે કોન્ટ્રાક્ટરોને અનુકૂળ પડે તેવી શરતો રાખવી, મૂળ ઉપકરણ ઉત્પાદક અને તેના પુનર્વિક્રેતા દ્વારા એકસાથે ટેન્ડરમાં ભાગ લેવાનો સમાવેશ થાય છે.
કોન્ટ્રાક્ટરો માટે અંતિમ તારીખ પછીની આયાત લાઇસન્સ તારીખો; ‘મેક ઇન ઇન્ડિયા’ શરત દૂર કરવી; અને મહારાષ્ટ્ર રાજ્ય પ્રાપ્તિ નીતિની અવગણના, જે સ્થાનિક સપ્લાયર્સને સૌથી ઓછી કિંમતના માપદંડો પૂર્ણ કરવા માટે પ્રાથમિકતા આપે છે, વગેરે ગેરરીતિઓ સામેલ છે.ફરિયાદમાં એ પણ ઉલ્લેખ છે કે, સંબંધિત અધિકારીઓ સમક્ષ આ મુદ્દાઓ ઉઠાવવા છતાં ૩૧ માર્ચના અંત સુધીમાં એક કોન્ટ્રાક્ટરનું ૨૨ કરોડ રૂપિયાનું બિલ ચુવાયું હતું.
આપણ વાંચો: સરકારી યોજનાના અમલમાં ગેરરીતિઓ ન થાય એનું ધ્યાન રાખો: એકનાથ શિંદે
પુણેના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ હેલ્થ સર્વિસીસ (ટ્રાન્સપોર્ટ) એ ૪ અને ૫ જુલાઈ, ૨૦૨૪ ના રોજ વિધાનસભા ચૂંટણી પહેલા આઈસ-લાઈન્ડ રેફ્રિજરેટર્સ અને ડીપ ફ્રીઝર માટે ટેન્ડર શરૂ કર્યા હતા.
આઇએલઆરના પુરવઠા માટે અશોક સ્થાપત્ય પ્રા. લિ.ને ૩૩ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, અને ડીપ ફ્રીઝર માટે રાહુલ ડિસ્ટ્રિબ્યુટર્સ પ્રા. લિ.ને ૨૯ કરોડ રૂપિયાનો બીજો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
આઇએલઆર (૯૦,૧૧૦ લિટર) માટે ૩,૦૪,૯૯૫ રૂપિયા અને ડીપ ફ્રીઝર (૨૦૦ લિટર) માટે ૨,૪૫,૪૪૦ રૂપિયાના ખરીદી બજારની કિંમત અને જેમ પોર્ટલ કિંમતો (લગભગ રૂ. ૮૦,૦૦૦) કરતાં ઘણી વધારે છે, જે સંભવિત નાણાકીય ગેરવહીવટ અને મિલીભગત દર્શાવે છે.