કોલાબાની BMC સ્કૂલના 1500 વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણવા મજબૂર, કારણ જાણીને નવાઈ લાગશે!

મુંબઈ: મુંબઈના કોલાબા ખાતે આવેલી એક નાગરિક સંચાલિત સ્કૂલના અંગ્રેજી-માધ્યમના ૧,૫૦૦ વિદ્યાર્થીઓ છેલ્લાં 15 દિવસથી ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહ્યા છે. જોકે, આ વિદ્યાર્થીઓ પોતાની મરજીથી નહીં પણ મજબૂરીમાં કરી રહ્યા છે. બીએમસીના સ્કૂલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેલે (એસઆઈસી) કોલાબામાં આવેલી સ્કૂલની બે ઇમારતોને અસુરક્ષિત જાહેર કર્યા પછી અને તેમને તોડી પાડવાનો આદેશ આપ્યા બાદથી વર્ચ્યુઅલ લર્નિંગ તરફ વળવાની શરૂઆત થઈ છે.
મળતી માહિતી મુજબ આ કેમ્પસમાં બે ઇમારતો છે, આઠ શિક્ષણ માધ્યમો સાથે રહેઠાણ વિભાગો છે, જેમાં મરાઠી, હિન્દી, કન્નડ, ઉર્દૂ અને અંગ્રેજીનો સમાવેશ થાય છે. કુલ મળીને, ૨,૮૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નવેમ્બર ૨૦૨૪માં, પહેલી નોટિસ જારી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: BMC Education Budget: 1.7 લાખ વિદ્યાર્થીને ડિક્શનરી આપવા સાથે 200 સ્કૂલમાં જિમ્નેશિયમ બનાવાશે
દરમિયાન, શાળાના આચાર્યો, શિક્ષકો અને સ્થાનિક અધિકારીઓ જાન્યુઆરી ૨૦૨૫થી પ્રારંભિક નોટિસ મળ્યા પછી વૈકલ્પિક સ્થાનો શોધી રહ્યા હતા. ત્યાર બાદ વિદ્યાર્થીઓને નજીકની મ્યુનિસિપલ સ્કૂલોમાં ખસેડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. મરાઠી, હિન્દી, કન્નડ અને ઉર્દૂ વિભાગના વિદ્યાર્થીઓને સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, જયારે ૧,૫૦૦ વિદ્યાર્થીઓ ધરાવતા બે અંગ્રેજી-માધ્યમોને સ્થાનાંતરિત કરી શકાયા નથી અને તેમને ઓનલાઈન ભણાવવામાં આવી રહ્યા છે.
આ મુદ્દે વાલીઓ અને કાર્યકર્તાઓ એવી માગણી કરી રહ્યા છે કે સુધરાઈ બંને ઇમારતોને એકસાથે તોડી પાડવાને બદલે એક પછી એક ઈમારત તોડે. શિક્ષક પરિષદ, શિક્ષક સંઘના પ્રતિનિધિ શિવનાથ દરાડેએ જણાવ્યું હતું કે, એક ઇમારતને સી૨ તરીકે ચિહ્નિત કરવામાં આવી છે, જેનો અર્થ છે કે તેને મોટા સમારકામની જરૂર છે પરંતુ તે ખતરનાક નથી.
આ પણ વાંચો: કેવી રીતે ભણીશું? સ્કૂલે જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો, આંકડા જાણીને દંગ રહી જશો…
એક અધિકારીએ કહ્યું કે, પરિસરમાં બે મરાઠી, બે હિન્દી અને એક-એક અંગ્રેજી, કન્નડ અને ઉર્દૂ માધ્યમની શાળાઓ હતી. અમે મરાઠી, હિન્દી, કન્નડ અને ઉર્દૂ વિભાગમાંથી ૮૩૦ વિદ્યાર્થીઓને કોલાબા માર્કેટ બીએમસી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે.
ધોરણ ૯ અને ૧૦ ના કેટલાક જૂના અંગ્રેજી-માધ્યમના વિદ્યાર્થીઓને બોરા બજાર મ્યુનિસિપલ સ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ઘણા વાલીઓ ત્યાંની પરિસ્થિતિથી નાખુશ છે અને એવી ફરિયાદ કરી રહ્યા છે કે આ શાળામાં ખૂબ જ વધારે વિદ્યાર્થીઓ છે અને ક્લાસરૂમ પણ ખાસ કંઈ સારી સ્થિતિમાં નથી, એવી ફરિયાદ વિદ્યાર્થીઓના વાલી કરી રહ્યા છે.