મર્ચન્ટ વેસલ્સ પરથી ગુમ થયેલા નાવિકનો મૃતદેહ કોસ્ટ ગાર્ડે શોધી કાઢ્યો
મુંબઈ: એમવી બૂન્યા નારી પરથી ગુમ થયેલા નાવિકનો મૃતદેહ મળી આવ્યો હતો. કોસ્ટ ગાર્ડ દ્વારા શનિવારે મુંબઈના દરિયાકિનારા પાસે પ્રોંગ્સ લાઇટહાઉસથી 11 માઇલ અંતરે નાવિકનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો.
મેરિટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા એક યાદીમાં શનિવારે જણાવવામાં આવ્યું હતું કે નાવિક ગુમ થયો હોવા અંગેની માહિતી મળતાં જ આઇસીજી ચેતક 805 હેલિકોપ્ટર અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જહાજ સી439 એમ હવાઇ અને સમુદ્રિ સમન્વય સાથે ગુમ નાવિકની શોધ ચલાવવામાં આવી હતી. આખરે અરબી સમુદ્રમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
મેરિટાઇમ રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર, મુંબઈ અને આઇસીજીના ચેતક 805 તથા જહાજ સી439 દ્વારા સમન્વય સાથે સમુદ્રિ અને હવાઇ તપાશ શરૂ કરાઇ હતી. એ સમયે એમવી બૂન્યા નારી પરથી ગુમ નાવિક અભિષેક કુમારનો મૃતદેહ મુંબઈ પાસે પ્રોંગ્સ લાઇટહાઉસથી આશરે 11 માઇલના અંતરે શનિવારે સવારે મળી આવ્યો હતો. (પીટીઆઇ)