ગૂડ ન્યૂઝઃ Mumbai પછી હવે Delhi-NCRમાં સીએનજીના ભાવમાં ઘટાડો
મુંબઈ/નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે સીએનજીના ભાવમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈમાં આજે સવારે સીએનજીના ભાવમાં ઘટાડો કર્યો હોવાની જાહેરાત પછી રાતના દિલ્હી, એનસીઆરમાં સીએનજીના ભાવમાં અઢી રુપિયાનો ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી હતી.
પાટનગર દિલ્હી સિવાય નોએડા, ગ્રેટર નોએડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, કરનાલ અને કૈથલમાં સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હી સહિતના આસપાસના શહેરોમાં સીએનજીના ભાવમાં અઢી રુપિયાનો ઘટાડો કર્યો છે. આ નવો ઘટાડો આવતીકાલે સવારના છ વાગ્યાથી લાગુ પડશે.
મુંબઈ પછી દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં સીએનજીના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્હી સિવાયના અન્ય શહેરોમાં અઢી રુપિયાનો ઘટાડો આવતીકાલે સવારથી લાગુ પડશે. દિલ્હીમાં હવે એક કિલો સીએનજીનો ભાવ રુપિયા 74.09 લાગુ પડશે, જે અગાઉ 76.59 હતો.
ઉલ્લેખનીય છે કે 2023માં મહાનગર ગેસ લિમિટેડ (એમજીએલ)એ સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. મુંબઈમાં સવારે સીએનજીના ભાવમાં ઘટાડો કર્યો છે, જે હાલ મુંબઈમાં કિલોગ્રામે 76 રુપિયાનો ભાવ છે. મુંબઈમાં જાહેર ક્ષેત્રની મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં મંગળવાર રાતથી લાગુ પાડ્યા હતા.