ગાયકવાડને શિંદેનો ફુલ સપોર્ટ :કોંગ્રેસ, રાહુલ ગાંધી વિરુદ્ધ કરો દેખાવો
મુંબઈ: અનામત બાબતે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બાદ એકનાથ શિંદે જૂથની શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ વાઢી લેવાનું નિવેદન આપતા હોબાળો મચ્યો હતો.
જોકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગાયકવાડે આપેલા નિવેદનનું સમર્થન કર્યું હતું. શિંદેએ ગાયકવાડનો બચાવ કરતા કૉંગ્રેસને રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કરવાની સલાહ આપી હતી.
શિંદેએ કૉંગ્રેસની ટીકા કરવા ઉપરાંત આમ આદમી પાર્ટી(આપ)ના નેતા આતિશી માર્લેના પર પણ પ્રહાર કર્યા હતા. આતંકવાદી અફઝલ ગુરુનું સમર્થન કરવા બદલ શિંદેએ આતિશીની ટીકા કરી હતી.
શિંદેએ કહ્યું હતું કે કૉંગ્રેસે રાહુલ ગાંધીએ અનામત વિશે આપેલા નિવેદનને પગલે તેમના નિવાસસ્થાન બહાર પ્રદર્શન કરવા જોઇએ. વિપક્ષો દ્વારા બંધારણ વિશે અને અનામત હટાવવા વિશે ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો અને હવે કૉંગ્રેસના નેતા જ વિદેશમાં જઇને અનામત હટાવવાની વાતો કરી રહ્યા છે. આવી વાતો કરવી બંધારણ અને બાબાસાહેબ આંબેડકરનું અપમાન છે.
આપણ વાંચો: …તો દફનાવી દઈશઃ ગાયકવાડે ફરી કોંગ્રેસ માટે આપ્યું ઉશ્કેરણીજનક નિવેદન…
આતિશીની ટીકા કરતા શિંદેએ જણાવ્યું હતું કે જે લોકો અફઝલ ગુરુ જેવા આતંકવાદીઓનું સમર્થન કરે છે તે લોકોને દિલ્હીના મુખ્ય પ્રધાન બનાવવામાં આવી રહ્યા છે. આ ગદ્દારી છે.
દલિતો, આદિવાસીઓ અને ખેડૂતો માટેનું નાણાંભંડોળ લાડકી બહેન યોજના માટે વપરાઇ રહ્યો હોવાની વાતને પણ શિંદેએ આ દરમિયાન રદિયો આપ્યો હતો. લાડકી બહેન યોજના ભવિષ્યમાં પણ શરૂ જ રહેશે, એમ શિંદેએ જણાવ્યું હતું.