આમચી મુંબઈમહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

મહારાષ્ટ્રને અત્યાર સુધીમાં કેટલા CM મળ્યા? શોર્ટ અને લોંગ ટર્મ કોણ રહ્યા?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો (Maharashtra Assembly Election Result)ની જાહેરાત બાદ મહાયુતિ ફરી સત્તામાં આવશે તે નિશ્ચિત છે, પરંતુ મુખ્ય પ્રધાન (Chief Minister) પદ પર કોણ બને એના માટે રહસ્ય અકબંધ છે. શું એકનાથ શિંદે, જેમના નેતૃત્વમાં મહાયુતિએ ચૂંટણી લડી હતી અને તેઓ ફરીથી મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ કે પછી દેવેન્દ્ર ફડણવીસ, જેમના નેતૃત્વમાં ૨૦૨૧માં સત્તા પરિવર્તન થયું હતું. એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કરીને લગભગ અઢી વર્ષ સુધી રાજ્યના મુખ્ય પ્રધાન રહ્યા હતા.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદનો ગરમાટો દિલ્હીમાં પણ, શિંદેના સાંસદો પીએમને મળવા દોડ્યા

૨૬ નવેમ્બરે વર્તમાન વિધાનસભાની મુદત પૂરી થાય છે અને એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.

રાજ્યપાલે નવા મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ સુધી તેમને સંભાળ રાખનાર મુખ્ય પ્રધાનની જવાબદારી સોંપી છે. આથી મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા મુખ્ય પ્રધાનપદની ચર્ચા થતી હતી, ચૂંટણીના પરિણામો બાદ પણ આની ચર્ચા છે. આ જ ચર્ચાના ભાગરુપે રાજ્યને આજ સુધી ફાયદો કરાવનાર મુખ્ય પ્રધાન કોણ હતા, તેમાંય વળી સૌથી લાંબા અને ઓછા સમય માટે મુખ્ય પ્રધાન કોણ રહ્યા હતા એની ચર્ચા કરીએ.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૨૬ વખત મુખ્ય પ્રધાનની શપથવિધિ થઈ ચૂકી છે, તેમાંથી ૨૦ લોકોએ રાજ્યના વડા તરીકે જવાબદારી નિભાવી છે. તેમાંથી શરદ પવારે ત્રણ વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા ત્યાર પછી શંકરરાવ ચવ્હાણ અને દેવેન્દ્ર ફડણવીસે બે વખત મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે.

સૌથી લાંબો સમય મુખ્ય પ્રધાન કોણ રહ્યું?

મુખ્ય પ્રધાન તરીકે સૌથી લાંબા કાર્યકાળની દ્રષ્ટિએ વસંતરાવ નાઈક છે. વસંતરાવ નાઈકે ૫ ડિસેમ્બર ૧૯૬૩થી ૨૧ ફેબ્રુઆરી ૧૯૭૫ સુધી ૧૧ વર્ષ અને ૭૮ દિવસ મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી. ત્યાર પછી શરદ પવારે ત્રણ ટર્મ મળીને લગભગ સાડા છ વર્ષ સુધી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી. એના પછી દેવેન્દ્ર ફડણવીસ બે ટર્મ મળીને પાંચ વર્ષ અને ૧૭ દિવસ માટે રાજ્યના મુખ્યપ્રધાન હતા.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામને કારણે ઇન્ડિયા ગઠબંધન ભાંગી પડશે! રાહુલ ગાંધી પર ગંભીર આરોપ

સૌથી ઓછો કાર્યકાળ ધરાવતા મુખ્ય પ્રધાન કોણ?

દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે ત્રીજા સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્ય પ્રધાન છે, સાથે તેઓ માત્ર પાંચ દિવસના સૌથી ઓછા સમયગાળા માટે રાજ્યના મુખ્ય પ્રધાન હોવાનો રેકોર્ડ પણ ધરાવે છે. ફડણવીસે ૨૦૧૯ની સવારે અજિત પવાર સાથે શપથ લીધા તે પછી પાંચ દિવસમાં તેમની સરકાર પડી ભાંગી.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ત્રણ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. પહેલા ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ થી ૮ જૂન ૧૯૮૦ સુધી ૧૧૨ દિવસ માટે પછી ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૪થી ૩૦ ઓક્ટોબર ૨૦૧૪ સુધી ૩૨ દિવસ માટે અને માત્ર ચાર વર્ષ પહેલા ૨૦૧૯ના સત્તા સંઘર્ષ દરમિયાન રાજ્યમાં ૧૨ નવેમ્બરથી ૨૩ નવેમ્બર સુધી ૧૧ દિવસ માટે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button