આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

હવે થાણે-મીરા-ભાયંદરમાં પણ ફરશે બુલડોઝરઃ જાણો મુખ્ય પ્રધાને શું આદેશ આપ્યો?

મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગેરકાયદે બાંધકામ સહિત ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવવા માટે જાણીતા છે. ત્યારે હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન Eknath Shindeએ પણ બુલડોઝર ફેરવવાનો આદેશ આપ્યો છે.
શિંદેએ આજે ​​થાણે અને મીરા-ભાયંદરના મ્યુનિસિપલ કમિશનરો અને પોલીસ કમિશનરોને સ્પષ્ટ સૂચના આપી હતી કે શહેરમાં ડ્રગ્સને લગતા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવે. તેમણે થાણે અને મીરા-ભાયંદર શહેરને નશામુક્ત બનાવવા શહેરમાં ગેરકાયદેસર પબ, બાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

તાજેતરમાં જ પુણેમાં કેટલાક યુવકો ડ્રગ્સનું સેવન કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેની ગંભીર નોંધ લેતા શિંદેએ પુણે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને ડ્રગ્સ સંબંધિત અનધિકૃત બાંધકામોને નષ્ટ કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ પુણે શહેરમાં આ અંગે વ્યાપક ગતિવિધિઓ હાથ ધરવામાં આવી હતી. હવે એ જ રીતે થાણે શહેર અને મીરા-ભાયંદર શહેરમાં ડ્રગ્સ સંબંધિત ગેરકાયદેસર બાંધકામોને બુલડોઝરનો ઉપયોગ કરીને નષ્ટ કરવા જોઈએ, એવું સૂચના શિંદેએ આપી છે.

માદક દ્રવ્યોના સેવનથી યુવાનોને ઘણું નુકસાન થઈ રહ્યું છે. આ હાલાકીને તાત્કાલિક અટકાવવી જરૂરી છે. આ માટે કડક પગલાં લેવા જોઈએ. ડ્રગ ડીલરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. શહેરને નશામુક્ત બનાવવા માટે જરૂરી તમામ પગલાં લેવાનો નિર્દેશ પણ મુખ્યમંત્રીએ આપ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો