આમચી મુંબઈ

મુખ્યપ્રધાન ફરી બન્યા અકસ્માત પીડિતો માટે દેવદૂત

વિક્રોલી નજીક અકસ્માત પીડિતને મદદનો હાથ આપ્યો

મુંબઈ:- મુખ્યપ્રધાન એકનાથ શિંદેના સંવેદનશીલ સ્વભાવની ફરી એકવાર પ્રતિતિ થઈ છે અને તેઓ માર્ગ અકસ્માત પીડિતો માટે દેવદૂત બની ગયા છે. ગઈકાલે (શુક્રવારે ) રાત્રે સાડા આઠ વાગ્યે ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પરથી થાણેમાં પોતાના ઘરે પરત ફરતી વખતે, વિક્રોલી નજીક બે બાઇક સવારો સાથે અકસ્માત સર્જાયો હતો. આ સમયે તેમણે તરત જ કાર રોકીને અકસ્માતગ્રસ્તોની પૂછપરછ કરી તેમને મદદ કરી હતી.

આ સમયે મુખ્યપ્રધાન શિંદેએ તેમના કાફલાને રોકીને અકસ્માત પીડિત અને મુસ્લિમ પરિવારની પૂછપરછ કરી હતી. તેઓએ જોયું કે મુસ્લિમ પરિવારનો એક યુવક અને એક મહિલા ઘાયલ છે. આથી તેમણે તાત્કાલિક તેમની કાફલાની કારને નજીકની ગોદરેજ હોસ્પિટલમાં મોકલી સારવાર માટે લઈ જવા જણાવ્યું હતું.

તેમણે તેમની સાથે પોતાના અધિકારીને પણ મદદ માટે મોકલ્યા હતા, મોડી રાત્રે તેમની સારવાર કર્યા પછી, હવે બંને સુરક્ષિત છે અને ડૉક્ટરોની દેખરેખ હેઠળ વધુ સારવાર હેઠળ છે.

આટલી મોડી રાત્રે તેમનો કાફલો રોકીને મદદ કરવા બદલ બંનેએ મુખ્ય પ્રધાન શિંદેનો આભાર માન્યો હતો. પણ આ અવસરે એમના સંવેદનશીલ સ્વભાવનો ફરી અનુભવ થયો હતો.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button