અશોક સરાફને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર જાહેર, CM Eknath Shinde
મરાઠી અને હિંદી ફિલ્મોના દિગ્ગજ એક્ટર અશોક સરાફને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. એક્ટરને મરાઠી અને હિંદી થિયેટરમાં એમના ઉત્કૃષ્ટ યોગદાન માટે રાજ્યના આ સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત આપવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ પુરસ્કારની જાહેરાત કરી હતી. અશોક સરાફે મરાઠીની સાથે સાથે હિંદી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલો પર રાજ કર્યું છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી કે કળાના ક્ષેત્રમાં યોગદાન માટે અશોક સરાફને વર્ષ 2023 માટે મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મુખ્ય પ્રધાને અશોક સરાફ સાથે વાત કરી હતી અને તેમને શુભેચ્છા આપી હતી. તેમણે અભિનેતાને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે અશોક સરાફે માત્ર કોમેડી જ નહીં પણ સિરીયસ અને વિલનના રોલ પણ કર્યા છે. પોતાની વર્સેટાઈલ એક્ટિંગથી અશોક સરાફે દર્શકોના દિલ જીતી લીધા હતા.
અશોક સરાફની ગણતરી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતાઓમાં કરવામાં આવે છે. ઘણી બધી મરાઠી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી અશોક સરાફે ખાસ મુકામ હાંસિલ કર્યો છે. થોડાક સમય પહેલાં જ અશોક સરાફ એક્ટર રિતેશ દેશમુખ સાથે વેડ ફિલ્મમાં જોવા મળ્યો હતો. હાલમાં તેઓ શેન્ટિમેન્ટલ નામની ફિલ્મમાં કામ કરી રહ્યા છે.
મોટા પડદાંની સાથે સાથે અશોક સરાફે ટચુકડાં પડદા પર પણ કામ કર્યું છે, જેમાં હમ પાંચ અને ડોન્ટ વરી જેવા શોઝમાં તેમણે દર્શકોને સારું એવું કામ કર્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં અશોક સરાફ એક સરકારી બેંકમાં નોકરી કરતાં હતા. ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ એમણે થોડોક સમય સુધી બેંકમાં કામ કર્યું હતું, તેમની ફિલ્મ પહેલી ફિલ્મ 1974માં બનાવી હતી અને ત્યારથી એન્ટરટેઈન્ટમેન્ટની દુનિયામાં એક્ટિવ છે.