આમચી મુંબઈ
કાપડના વેપારી સાથે રૂ. 24 લાખની ઠગાઇ: ચાર સામે ગુનો

થાણે: ભિવંડીમાં કાપડના વેપારી સાથે રૂ. 24 લાખની છેતરપિંડી આચરવા બદલ ફેબ્રિક કંપનીના માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીઓ બોગસ કંપની શરૂ કરી હતી અને 14 મેથી વેપારી તથા અન્ય પાસેથી રૂ. 23.9 લાખનું કાપડ ખરીધું હતું.
આરોપીઓએ કાપડ ખરીદ્યા બાદ તેના રૂપિયા ચૂકવ્યા નહોતા. દરમિયાન તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ તેમની કંપની બંધ કરી દીધી હતી. (પીટીઆઇ)