મીઠી નદીને પહોળી કરવાને આડે આવતા ૧૪૯ બાંધકામનો સફાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મીઠી નદીને કિનારે આવેલા ૧૪૯ બાંધકામનો સફાયો મુંબઈ મહાનગરપાલિકાએ ૨૪ કલાકની અંદર કર્યો હતો. હાઈ કોર્ટે મંજૂરી આપ્યા બાદ શુક્રવારથી શનિવાર સળંગ બે દિવસ સુધી સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડને લાગીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેને કારણે લગભગ ૮,૦૦૦ ચોરસ મીટર વિસ્તાર અતિક્રમણ મુક્ત થયો હતો.
મીઠી નદી પુન:જીવન પ્રોજેક્ટ હેઠળ નદીને કિનારે રહેલા અતિક્રમણોને તબક્કાવાર હટાવવામાં આવી રહ્યા છે. જે હેઠળ શુક્રવાર, ૨૪ મેથી શનિવાર, ૨૫ મે સુધી સતત બે દિવસ સુધી મીઠી નદીને કિનારે રહેલા બાંધકામને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.