ધોરણ 11માં એડમિશન: ત્રીજું લિસ્ટ જાહેર, હજી આટલા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે….
મુંબઈ: શૈક્ષણિક વર્ષ 2024-25 અંતર્ગત મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ધોરણ 11માં પ્રવેશ માટે ત્રીજી વિશેષ પ્રવેશ યાદી આજે જાહેર કરવામાં આવી હતી. આ યાદી હેઠળ વિવિધ કોલેજોની 1 લાખ 18 હજાર 939 બેઠકો માટે 17 હજાર 488 વિદ્યાર્થીએ અરજી કરી હતી. એમાંથી 13 હજાર 145 વિદ્યાર્થીઓને કોલેજ ફાળવવામાં આવી હતી.
ત્રીજા સ્પેશિયલ રાઉન્ડમાં અરજી કરનારા 4 હજાર 343 વિદ્યાર્થીઓ કોલેજ ફાળવણી માટે રાહ જોઈ રહ્યા છે. એ જ રીતે 8 હજાર 684 વિદ્યાર્થીઓને પહેલી પસંદગીની કોલેજ, 1 હજાર 752 વિદ્યાર્થીઓને બીજી પસંદગીની અને 929 વિદ્યાર્થીઓને ત્રીજી પસંદગીની કોલેજ આપવામાં આવી છે.
કેટલીક કોલેજોની સંબંધિત શાખાઓ માટે ત્રીજી વિશેષ પ્રવેશ સૂચિ જાહેર નથી કરવામાં આવી નથી કારણ કે તમામ બેઠકો પર પ્રવેશની પુષ્ટિ થઈ ગઈ છે. પરિણામે કેટલાક વિદ્યાર્થીઓ પ્રતિષ્ઠિત અને પસંદગીની કોલેજોમાં પ્રવેશ મેળવવાની તક ચૂકી ગયા હતા. ત્રીજા સ્પેશિયલ એડમિશન લિસ્ટ હેઠળ કોમર્સ સ્ટ્રીમનું કટ ઓફ બીજા સ્પેશિયલ રાઉન્ડની સરખામણીએ સ્થિર છે અને તેમાં 1-2 ટકાનો નજીવો ઘટાડો થયો છે.
આ પણ વાંચો :મુંબઈ અને ગોવા બીચ જેવી મજા હવે સુરતમાં મળશે, ડુમસ બીચ ફેઝ-1ની કામગીરી પુરજોશમાં
તેવી જ રીતે કેટલીક કોલેજોના આર્ટસ અને સાયન્સ પ્રવાહના પ્રવેશ લાયકાતના ગુણમાં 3થી 4 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે કેટલીક કોલેજોના પ્રવેશ પાત્રતાના ગુણમાં 1થી 2 ટકાનો વધારો થયો છે. પ્રથમ ત્રણ રેગ્યુલર એડમિશન રાઉન્ડની સરખામણીએ એડમિશન ક્વોલિફાઈંગ માર્કસના ત્રણેય સ્પેશિયલ રાઉન્ડમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે અને ધોરણ-૧૧ના પ્રવેશ રાઉન્ડમાં પ્રવેશ માટે ભારે સ્પર્ધા જોવા મળી હતી