જળગાંવમાં બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરમારો અને આગચંપી, ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત

નાગપુરઃ મહારાષ્ટ્રના જળગાંવમાં બે જૂથ વચ્ચે અથડામણના સમાચાર જાણવા મળ્યા છે આ અથડામણ દરમિયાન પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ પણ બની હતી. મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારના પ્રધાન ગુલાબરાવ પાટીલની પત્નીને લઈ જવાના વાહનને લઈને બે જૂથો વચ્ચે તણાવ થઈ ગયો હતો અને ત્યાર પછી આ બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટના બાદ ચલ ગામના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર જળગાંવ જિલ્લાના પાલધી ગામમાં 31 ડિસેમ્બરની રાતે પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ આગચંપીની ઘટના પણ બની હતી. મંત્રી ગુલાબરાવ પાટીલના પરિવારને લઈ જઈ રહેલા વાહનના ડ્રાઈવરે હોર્ન વગાડતા વિવાદ સર્જાયો હતો. આ પછી પાલધી ગામના કેટલાક યુવાનો અને શિવસેનાના કેટલાક કાર્યકરોએ સુત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. ત્યારબાદ રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો અને આગચંપી પણ શરૂ કરી દીધી હતી.
Read This Also…ATF Price Cut : નવા વર્ષે સસ્તી થશે હવાઈ મુસાફરી, જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડો
જળગાંવના પાલધીમાં થયેલી હિંસામાં 12 થી 15 દુકાનો સળગાવી દેવામાં આવી હતી અથડામણ બાદ અહીંના અનેક ભાગોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે અથડામણ અને આગચંપીના આ કિસ્સામાં લગભગ 25 થી 30 લોકોને સામે કેસ નોંધ્યો છે તેમજ 9 થી 10 લોકોની અટકાયત પણ કરી છે