આમચી મુંબઈમહારાષ્ટ્ર

બિલ્ડિંગમાં રોશનાઈ કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ: ચૅરમૅનની અટકાયત

થાણે: દિવાળી નિમિત્તે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં રોશનાઈ કરવાને મામલે રહેવાસીઓને કથિત ધમકી આપવામાં આવતાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધીને તળોજાની હાઉસિંગ સોસાયટીના ચૅરમૅનની અટકાયત કરી હતી.

તળોજા પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારે બની હતી. આ પ્રકરણે રહેવાસીની ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 79, 352 અને 351(2) હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

આપણ વાંચો: Arunachal Pradeshમાં સેનાને મળી સફળતા, અથડામણમાં એક આતંકી માર્યો ગયો

પોલીસ ફરિયાદ અનુસાર દિવાળીની ઉજવણીના ભાગ રૂપે રહેવાસીઓના એક જૂથે બિલ્ડિંગમાં રોશનાઈ કરી હતી, જેનો સોસાયટીના ચૅરમૅન અને અન્ય કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો. આ વાતને લઈ બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

સોસાયટીના ચૅરમૅન સહિત અમુક લોકોએ ફરિયાદીના જૂથને ગાળો ભાંડી લાઈટિંગ કરવાનું ચાલુ રાખ્યું તો ખરાબ પરિણામ ભોગવવાની ધમકી આપી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું. દરમિયાન પોલીસે બન્ને જૂથના લોકોને સમજાવ્યા હતા. સોસાયટીના ચૅરમૅનને તાબામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button