આંબેડકર ઇચ્છતા હતા કે ન્યાયતંત્ર વહીવટી હસ્તક્ષેપથી મુક્ત રહે: સીજેઆઈ ગવઈ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડો. બી. આર. આંબેડકર બંધારણની સર્વોચ્ચતા વિશે બોલ્યા હતા અને તેઓ માનતા હતા કે ન્યાયતંત્ર વહીવટીતંત્રના હસ્તક્ષેપથી મુક્ત હોવું જોઈએ, એમ ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ મંગળવારે અહીં જણાવ્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા તેમને સર્વોચ્ચ પદ પર બઢતી મળ્યા બાદ તેમનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ તેઓ બોલી રહ્યા હતા.
આંબેડકરે કહ્યું હતું કે, આપણે બધા બંધારણની સર્વોચ્ચતામાં માનીએ છીએ જે શાંતિ અને યુદ્ધ દરમિયાન દેશને એક રાખશે, એમ ગવઈએ વિધાનસભાને સંબોધનમાં કહ્યું હતું. બંધારણ ત્રણ પાંખોને અધિકારો આપે છે – વહીવટીતંત્ર, વિધાનસભા અને ન્યાયતંત્ર – અને આંબેડકરના મતે, ન્યાયતંત્રે નાગરિકોના અધિકારોના રક્ષક અને પાલક તરીકે કામ કરવું જોઈએ, એમ મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું.
આંબેડકરે એમ પણ કહ્યું હતું કે, ન્યાયતંત્ર વહીવટીતંત્રના હસ્તક્ષેપથી મુક્ત હોવું જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.
સીજેઆઈએ આંબેડકરના શબ્દોને ટાંકીને કહ્યું હતું કે બંધારણ સ્થિર ન હોઈ શકે, તે ઓર્ગેનિક હોવું જોઈએ અને વિકાસશીલ રહેવું જોઈએ.અગાઉ, મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોએ ગવઈને ટોચના પદ પર બઢતી બદલ અભિનંદન આપ્યા હતા. વિધાનસભા વતી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમનું સન્માન પણ કર્યું હતું.