આમચી મુંબઈમહારાષ્ટ્ર

છ વર્ષના વિરહવાસ બાદ થયો માતા-પુત્રનો મેળાપ:બાળકની વિક્રોલી ટુ તિરુપતિની ફિલ્મી સ્ટાઇલ કહાણી…

મુંબઈ: મહાનગરોમાંથી દરરોજ લગભગ સેંકડો બાળકો ગુમ થતા હોય છે કે તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના મુંબઈમાં 2018માં બની હતી અને ત્યાર પછી છ વર્ષ વીતી ગયા હોય તો કોઇ ક જ માતા-પિતાને આશા હોય કે તેમનું બાળક ઘરે પાછું આવશે.

આ પણ વાંચો : થાણેમાં રિક્ષાચાલક સાથે થયેલા ઝઘડામાં હાર્ટએકેટ આવતાં શખસનું મોત…

જોકે, પોલીસ ખાતાની પ્રશંસનીય કામગિરીના કારણે 2018માં મુંબઈના પશ્ર્ચિમના ઉપનગરમાંથી ગાયબ થયેલા આઠ વર્ષના બાળકને છ વર્ષની મહેનત બાદ તેની માતા સાથે તેનો મેળાપ કરાવવામાં સફળતા મળી હતી. અત્યારે 14 વર્ષનો થયેલો વિપુલ (નામ બદલાવાયેલું ) તેની દાદીની પાછળ પાછળ ઘરની બહાર નીકળ્યો ત્યાર પછી તે ગાયબ થઇ ગયો હતો. જેને પગલે વિપુલના માતા-પિતાએ વિક્રોલી પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જોકે, એક મહિલાએ વિપુલને એકલો અને મૂંઝાયેલો જોતા તે તેને તેના કર્ણાટક રાજ્યમાં આવેલા ગામે લઇ ગઇ હતી.

વિપુલ તે મહિલા અને તેના કુટુંબની સાથે રહેવા લાગ્યો હતો, પરંતુ તે મહિલાનો પતિ દારૂડિયો હતો અને વારંવાર તેની અને નાના બાળોકોની પણ મારપીટ કરતો હતો. એક મહિના સુધી આવી ભયાનક પરિસ્થિતિમાં રહ્યા બાદ વિપુલ ઘરેથી નાસી ગયો અને નજીકના રેલવે સ્ટેશન પાસે જઇ ત્યાં આવેલી એક ટ્રેનમાં બેસી ગયો હતો. તે ક્યાં જઇ રહ્યો હતો તેની પણ તેને જાણ નહોતી.

વિપુલ આ ટ્રેનમાં આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યો હતો. અહીં વિપુલને રેલવે સ્ટેશન પર એકલો જઇને રેલવે પોલીસે તેને સરકારી આશ્રયસ્થાનમાં મૂક્યો હતો. અહીં વિપુલ એક તેનાથી થોડા મોટા છોકરાની સાથે મિત્રતા કેળવે છે. અહીં તે બંને ત્યાંથી ભાગી જાય છે અને એક જગ્યાએ જઇ ભીખ માગવા લાગે છે અને પછીથી એક રેસ્ટોરાંમાં કામ કરે છે.

જોકે, અહીં વિપુલનો મિત્ર રેસ્ટોરાંમાં ચોરી કરીને ભાગી જાય છે અને વિપુલ ફરી પાછો એક વ્યક્તિ સાથે ચાર વર્ષ સુધી રહે છે. જોકે, એક વ્યક્તિ 2022માં તેને ચાઇલ્ડ વેલફેર કમિશનની હોસ્ટેલમાં જવાની વ્યવસ્થા કરી આપે છે.

જોકે અહીં જ્યારે વિપુલનુું આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે પહેલાથી જ તેના બાયોમેટ્રિક હોવાનું જણાયું હતું. જેને પગલે તેની ઓળખ તઇ શકી હતી. ચાઇલ્ડ વેલફેર કમિશને આ વાતની જાણ મુંબઈ પોલીસને કરી હતી અને પછી ડીસીપી પુરુષોત્તમ કરાડેના નેતૃત્વ હેઠળ વિપુલને તેના પિતા સાથે મળાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : મીરા રોડમાં પોલીસ સ્ટેશનની બહાર ભરરસ્તે પતિએ ગળું ચીરી પત્નીને મોતને ઘાટ ઉતારી…

આ મેળાપ વખતે વિપુલના પિતાની આંખોમાં સ્વાભાવિક રીતે ઝળઝળિયા હતા અને તેમણે પોતાનો પુત્ર પાછો મળ્યો એ બદલ ઇશ્ર્વરનો પાડ માન્યો હતો.

વિપુલ તેના ઘરે પહોંચતાની સાથે જ તેના ભાઇ-બહેન અને કુટુંબીજનોને ઓળખી ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button