મુંબઈની હોસ્પિટલમાંથી અપહરણ કરાયેલા બે વર્ષના બાળકનો થાણેમાં ટ્રેનમાંથી છુટકારો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈની હોસ્પિટલમાંથી અપહરણ કરાયેલા બે વર્ષના બાળકનો થાણેમાં ટ્રેનમાંથી છુટકારો

થાણે: મુંબઈની હોસ્પિટલમાંથી અપહરણ કરાયેલા બે વર્ષના બાળકનો ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) થાણેમાં તુતારી એક્સપ્રેસમાંથી છુટકારો કરાવ્યો હતો.

આ પ્રકરણે 42 વર્ષના શખસને 42 વર્ષના શખસને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેની ઓળખ અમોલ અનંત ઉડાલકર તરીકે થઇ હતી. આરોપીને બાદમાં વધુ તપાસ માટે ભોઇવાડા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

મુંબઈ પોલીસના ક્ધટ્રોલ રૂમે બુધવારે થાણે રેલવે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને જણાવ્યું હતું કે એક શકમંદ દાદરથી સાવંતવાડી જનારી તુતારી એક્સપ્રેસના એસ-2 કોચમાં બાળકને લઇને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો: વસઈમાં બાળકોના ‘અપહરણ’નો પ્રયાસ:ગામવાસીઓએ ચારેયને ધીબેડી નાખ્યા…

આ માહિતી મળ્યા બાદ જીઆરપીની ટીમ તાત્કાલિક થાણે રેલવે સ્ટેશન પહોંચી ગઇ હતી, જ્યાં ટ્રેન થોભવાની હતી.
જીઆરપીની ટીમે બાદમાં ટ્રેનમાંથી શકમંદને તાબામાં લીધો હતો અને બાળકનો છુટકારો કરાવ્યો હતો. આરોપી અમોલ ઉડાલકર સિંધુદુર્ગ જિલ્લાના દેવગડ તાલુકાના ઇંદિલ ગામનો રહેવાસી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે મુંબઈની કેઇએમ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ પ્રકરણે ભોઇવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.

દરમિયાન બાળકની તબીબી તપાસ કરવામાં આવી હતી અને બાદમાં બાળકને ડોંબિવલી ખાતેના ચેરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button