ભિવંડીમાં બાઈક નીચે દબાઈ ગયેલા ત્રણ વર્ષના બાળકનું મૃત્યુ…
થાણે: ઘર નજીક રમી રહેલા બાળકને પૂરપાટ વેગે આવેલી બાઈકે અડફેટે લીધા પછી બાઈક તેના પર ઊંધી વળી ગઈ હતી. ભિવંડીમાં બનેલી આ ઘટનામાં બાઈક નીચે દબાઈ ગયેલા ત્રણ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો : રસ્તાઓની ક્વોલિટી કેવી? હવે IIT Bombay કરશે નિરીક્ષણ…
નારપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના બુધવારની બપોરે 3.30 વાગ્યાની આસપાસ કોપર પરિસરમાં બની હતી. ત્રણ વર્ષનો અબ્દુલ મનન ભાઈ સાથે ઘર નજીકના શિવ મંદિર પાસે રમી રહ્યો હતો. પૂરપાટ વેગે આવેલી બાઈકે પહેલાં અબ્દુલને ટક્કર મારી હતી અને પછી બાઈક તેના પર ઊંધી વળી ગઈ હતી.
આરોપી બાઈક બેફામ હંકારી રહ્યો હતો અને બાઈક પરનો કાબૂ ગુમાવવાને કારણે આ ઘટના બની હતી. બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. બાળકને અડફેટે લીધા પછી તેની મદદ કરવાને બદલે આરોપી બાઈક પર ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર આરોપીની શોધ હાથ ધરી હતી.
આ પણ વાંચો : Nagpur hit n run: આરટીઓએ કર્યું કારનું ઈન્સ્પેક્શન, ઘટનાનું કૉંગ્રેસ કનેક્શન બહાર આવ્યું…
આ પ્રકરણે પોલીસે બાળકની માતાની ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 અને 281 તેમ જ મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)