રામમંદિર સ્ટેશને જન્મેલા બાળકની હવે કેવી છે હાલત, જાણી લો

મુંબઈ: મુંબઈના રામમંદિર સ્ટેશન પર લોકલ ટ્રેનમાંથી ઉતરી એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળક હાલમાં કૂપર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે કારણ કે તેના હૃદયમાં કાણું છે.
માતાની હાલતમાં સુધારો થઈ રહ્યો હોવા છતાં, બાળકને આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. બાળકના ચહેરા પર પણ થોડી તકલીફ હોવાથી ડોકટરોની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: રાજસ્થાનની સરકારી હૉસ્પિટલમાં મહિલાએ એક સાથે ચાર બાળકને આપ્યો જન્મ
મુંબઈમાં ચાલતી લોકલમાં રાતે લગભગ ૧ વાગ્યે એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિ પીડા થવા લાગી હતી. એક સાથી એન્જિનિયરે તેને પશ્ચિમ રેલ્વેના રામમંદિર સ્ટેશન પર ઉતારી દીધી અને મહિલા ડૉક્ટર સાથે વીડિયો કોલ દ્વારા બાળકને જન્મ આપ્યો.
રામમંદિર સ્ટેશન પર જન્મેલું બાળક હવે ગંભીર સ્થિતિમાં છે અને તેના હૃદયમાં કાણું હોવાથી તે જીવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. માતા અને બાળકને તબીબી સારવાર માટે કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આપણ વાંચો: શોકિંગ: મહારાષ્ટ્રમાં ચાલતી બસમાં જન્મ આપી નવજાતને બારીમાંથી ફેંક્યું, દંપતી વિરુદ્ધ ગુનો
સારવાર બાદ માતાની હાલતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ બાળકની હાલત હજુ પણ નાજુક છે. બાળકની સારવાર નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ચાલી રહી છે.
બાળકના હૃદયમાં કાણું છે અને તેના ચહેરા પર કેટલીક તકલીફ છે. તેથી, બાળકને કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવામાં આવ્યો નહતો, એમ નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તેની સારવાર કરી રહેલા ડોકટરોએ જણાવ્યું હતું.