આમચી મુંબઈમહારાષ્ટ્ર

બીએએમએસ ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે મુખ્ય પ્રધાન શિંદેનો મોટો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન (બીએએમએસ) ડિગ્રી ધારકોને મોટી રાહત આપવાનો નિર્ણય લીધો છે. અન્ય રાજ્યોમાંથી આયુર્વેદની ડિગ્રી મેળવનારા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓને હવે પોસ્ટ-ગ્રેજ્યુએટ કોર્સમાં મહારાષ્ટ્રના ક્વૉટામાં તક મળશે.

જે વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના રહેવાસી છે, પરંતુ અન્ય રાજ્યોમાંથી બીએએમએસ કર્યું હોય છે તેમને પોસ્ટ-ગ્રેજ્યુએશન કોર્સમાં આયુર્વેદિક શિક્ષણ માટે રાજ્યના ક્વૉટામાંથી પ્રવેશ મળતો ન હતો.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે સાથે વર્ષા નિવાસસ્થાને મળેલી બેઠકમાં મુખ્ય પ્રધાને તબીબી શિક્ષણના મુખ્ય સચિવ દિનેશ વાઘમારેને પોસ્ટ-ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ નિયમોમાં જરૂરી ફેરફારો કરવા અને આયુર્વેદના વિદ્યાર્થીઓ સામેના આ અન્યાયને દૂર કરવા તાત્કાલિક મંજૂરી માટે સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ જેમણે અન્ય રાજ્યોમાંથી બીએએમએસ કર્યું છે તેમને હવે મોટી રાહત મળશે, કારણ કે તેમને રાજ્યના 85% ક્વૉટા (સરકારી અને ખાનગી ગ્રાન્ટેડ) અને 70% ક્વૉટા (ખાનગી નોન-ગ્રાન્ટેડ)માં પ્રવેશ મેળવવાની તક મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button