આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ૮ મંદિરના વિકાસ માટે સરકારે 275 કરોડ રુપિયા કર્યાં મંજૂર…

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની એક સર્વોચ્ચ સમિતિએ આજે રિદ્ધપુર, ભીષ્ણૂર, જલીચા દેવ, પોહિચા દેવ અને પંચાલેશ્વર સહિત રાજ્યના આઠ મંદિર માટે રૂ. ૨૭૫ કરોડની વિકાસ યોજનાઓને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો : Ambani Family પણ અચૂક માથું ટેકાવે છે એ Ganesh Templeની આ છે વિશેષતા…

શિંદેએ જણાવ્યું હતું કે “તમામ યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. આ વિકાસ યોજનાઓના સફળ અમલીકરણથી મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોના પ્રવાસન વિકાસને વેગ મળશે. આ શ્રી ચક્રધર સ્વામીની ૮૦૦મી જન્મજયંતિ વર્ષ છે.
આ પ્રસંગે મહાનુભાવ પંથના ધર્મધામોના વિકાસ માટે માતબર ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. સંત શ્રી ગુલાબરાવ મંદિરના વિકાસ માટે અધિકારીઓ દ્વારા બે તબક્કામાં વૈશ્વિક દરખાસ્તો આમંત્રિત કરવામાં આવશે.સંત સાવતા માળીના ગામ સોલાપુર જિલ્લાના અરણ ગામને તીર્થસ્થળ તરીકે જાહેર કરવા માટે દરખાસ્ત રજૂ કરવી જોઈએ.”

અધિકારીઓએ જણાવ્યું કે અમરાવતીમાં શ્રી સંત ગુલાબરાવ મહારાજ તીર્થસ્થાન કેન્દ્રના પ્રથમ તબક્કા માટે રૂ. ૨૫ કરોડ, રિદ્ધપુર માટે રૂ. ૧૪.૯૯ કરોડ, બીડના શ્રી પંચાલેશ્વર માટે રૂ. ૭.૯ કરોડ, શ્રી ક્ષેત્ર પોહી દેવ માટે રૂ. ૪.૫૪ કરોડ અને જાલનામાં જલી ચી દેવ રૂ. ૨૩.૯૯ કરોડ, વર્ધામાં શ્રી ગોવિંદ પ્રભુ મંદિર માટે રૂ. ૧૮.૯૭ કરોડ, નાગપુરના ધાપેવાડામાં શ્રી વિઠ્ઠલ મંદિર દેવસ્થાન માટે રૂ. ૧૬૪.૬૨ કરોડ અને કોલ્હાપુરના વડંગે ખાતે શિવ પાર્વતી તળાવના સુશોભિતકરણ માટે રૂ. ૧૪.૯૭ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : આવતીકાલે બાપ્પાને ઘરે લાવો તે પહેલા આ વિગતો ધ્યાનથી વાંચો…

એક રાજકીય નિરીક્ષકે કહ્યું કે “મંદિર વિકાસ યોજનાઓ પ્રદેશોની સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ આપશે અને સ્થાનિક લોકોને પણ લાભ થશે. મહાયુતિ સરકાર આને સદભાવના તરીકે જોઈ રહી છે, આ યોજનાઓનું અમલીકરણ સરળ નહીં હોય અને તેમાં લાંબો સમય લાગી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker