આમચી મુંબઈમનોરંજન

મુખ્ય પ્રધાન ભાઇજાનના ઘરે: એકનાથ શિંદેએ લીધા સલમાન ખાનના ઘરે ગણપતી બાપ્પાના દર્શન

મુંબઇ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગણેશોત્સવ દરમીયાન આમંત્રણ મળે એટલાં બધા જ ગણપતીના દર્શન કરવા જતાં હોય છે. તેઓ તેમના સર્વ સામાન્ય કાર્યકર્તાના ઘરે પણ દર્શન કરવા જાય છે. ત્યારે આ વર્ષે પણ તેમણે ગણેશોત્સવ દરમીયાન બાપ્પાના દર્શન માટે અનેક લોકોના ઘરનો પ્રવાસ કર્યો છે. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના શિવતિર્થ બંગલા પર તેમણે બાપ્પાના દર્શન કર્યા હતાં. અને હવે તેઓ બોલીવુડના ભાઇજાન એટલે કે સલમાન ખાનની બહેન અર્પિતાના ઘરે બાપ્પાના દર્શન કરવા ગયા હતાં.

સલમાન ખાનના ઘરે પણ સોમવારે બાપ્પાનું આગમન થયું હતું. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સલમાનના ઘરે બાપ્પાની મોટા પાયે આરતી અને પૂજા થઇ રહી છે. પોતાની લાડકી ભાણેજ સાથે સલમાન ખાન બાપ્પાની આરતી કરી રહ્યાં હોવાનો વિડીયો સોશીયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.


ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સેલીબ્રિટીઝના ઘરે રાજકીય નેતાઓની ઉપસ્થિતી દેખાઇ રહી છે. ત્યારે હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સલમાન ખાનની બહેનના ઘરે ગણપતી બાપ્પાના દર્શન કર્યા છે. આ વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

ફોટો અને વિડિયોમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સલમાન ખાનના માતાને હાથ જોડીને નમસ્કાર કરતાં દેખાય છે. સલમાનની બહેન અર્પિતાએ મુખ્ય પ્રધાનનું સ્વાગત કર્યુ હતું. ઉપરાંત એકનાથ શિંદેએ સલમાન ખાનની માતા સાથે વાતચીત કરી હોવાનું વિડીયોમાં દેખાઇ રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button