આમચી મુંબઈ

છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે અનાવરણ

મુંબઇ: ભારતીય નૌસેના દ્વારા આ વર્ષે 4 ડિસેમ્બરના રોજ સિંધુદુર્ગના કિલ્લા પર નૌસેના દિવસ ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ નિમિત્તે માલવણ-રાજકોટમાં તૈયાર કરવામાં આવેલ છત્રપતિ શિવાજી મહારજની પ્રતિમાનું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ બંને કાર્યક્રમોની મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જાણકારી મેળવી હતી.

આ સંદર્ભે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં સહ્યાદ્રી અતિથીગૃહમાં બુધવારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે્ઠકમાં શાળા શિક્ષણ પ્રધાન દીપક કેસરકર, પર્યટન પ્રધાવ મંગલપ્રભાત લોઢા સહિત અનેક લોકો ઉપસ્થિત હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે વાયુસેના દિવસ સિંધુદુર્ગમાં આયોજીત કરવાની સૂચના આપી હતી. નૌસેનાએ વિવિધ સ્થળોની તપાસ કર્યા બાદ આખરે સિંધુદુર્ગના કિલ્લાને પસંદ કર્યો હતો.


સિંધુદુર્ગના સમુદ્ર કિનારે રાજકોટમાં છત્રપતિ શિવાજી મહારાજની 43 ફૂટ ઉચી પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત આર્ટ ગેલેરી પણ બનાવવામાં આવી છે. નૌસેના દિવસ કાર્યક્રમમાં નૌસેનાના વિવિધ યુદ્ધનૌકા, લડાયક વિમાનો સામેલ થશે. તારકર્લી અને માલવણના સમુદ્ર કિનારા પર વિવિધ કાર્યક્રમો યાજાશે. દેશ-વિદેશના મહાનુભવો વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.


આ બેઠક અંતર્ગત નૌસેનાના અધિકારીઓએ વિવિધ કાર્યક્રમની રુપરેખા આપી હતી. આ નૌસેના દિવસના કાર્યક્રમમાં કાન્હોજી આંગ્રે અને હિરોજી ઇંદુલકરના વંશજોને આમંત્રીત કરવામાં આવ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત