છઠ પૂજા માટે પાલિકા સજ્જ: ૧૪૮ કૃત્રિમ વિસર્જન તળાવ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

છઠ પૂજા માટે પાલિકા સજ્જ: ૧૪૮ કૃત્રિમ વિસર્જન તળાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈમાં ૨૭ અને ૨૮ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ ઊજવવામાં આવનારા છઠપૂજા માટે મુંબઈ મહાનગરપાલિકાએ તૈયારી કરી છે. નાગરિકોની સુવિધા માટે મુંબઈમાં જુદા જુદા ૧૪૮ ઠેકાણે કૃત્રિમ વિસર્જન તળાવ અને ૪૦૩ ઠેકાણે વસ્ત્રો બદલવા માટે તાત્પૂરતા પ્રસાધનગૃહ, પ્રાથમિક વૈદ્યકીય સુવિધા, પીવાના પાણી જેવી સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા છે.

છઠ પૂજાનું આયોજન કરનારી સંસ્થા, મંડળને આવશ્યક મંજૂરી અને સમન્વય માટે વન વિન્ડો સિસ્ટમનું સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. સંબંધિત પોલીસ અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે સમન્વય સાધવા માટે દરેક વોર્ડમાં સમન્વય અધિકારી નીમવામાં આવ્યો છે.

આપણ વાંચો: Surat ના ઉધના રેલવે સ્ટેશન પર હોળી પહેલા પેસેન્જરોનો ભારે ધસારો, વ્યવસ્થાનો અભાવ…

દરિયા કિનારા તથા નૈસર્ગિક જળાશયો, તળાવ જેવા સ્થળે ભીડ ટાળવા માટે પાલિકાએ શહેર, પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં કુલ ૬૭ ઠેકાણે છઠપૂજા માટે વ્યવસ્થા કરી છે. તેમ જ સ્વચ્છ અને સુરક્ષિત એવા કુલ ૧૪૮ કૃત્રિમ વિસર્જન તળાવ-ટાંકીઓની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

સૌથી વધુ કૃત્રિમ તળાવ અને ટાંકીઓ ઘાટકોપર એન વોર્ડમાં ૪૪, દહિસર આ-ઉત્તર વોર્ડમાં ૨૨, તો કાંદિવલીમાં આર-દક્ષિણ ૧૬ છે. ગયા વર્ષે પાલિકાએ૩૯ ઠેકાણે તહેવાર ઊજવણી માટે સુવિધા ઉપલબ્ધ કરી આપી હતી. આ વર્ષે તળાવની સંખ્યા વધારવામાં આવી છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button