આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના એંધાણ, અજિત જૂથના છગન ભુજબળ શરદ પવારના ઘરે પહોંચ્યા

મુંબઇઃ આગામી વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું છે.અજિત પવાર જૂથના મોટા નેતા છગન ભુજબળ આજે અચાનક શરદ પવારના ઘરે ગયા હતા. આ બેઠક શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક ખાતે યોજાઇ હતી, જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આ બેઠકનો એજન્ડા શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી.

મીડિયામાં ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં નવી રાજકીય ઉથલપાથલ થશે. અજિત પવારના જૂથના કેટલાક નારાજ નેતાઓ શરદ પવાર સાથે પાછા જઈ શકે છે. એવામાં આજે છગન ભૂજબળ શરદ પવારને મળવા પહોંચતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

હજી એક દિવસ અગાઉ છગન ભુજબળે શરદ પવાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણને લઈને લોકોને જે રીતે ઉશ્કેરવામાં આવી રહ્યા છે તેની પાછળ શરદ પવારનો હાથ છે.

છગન ભુજબળ મહાયુતિના ખૂબ જ મહત્વપૂર્ણ નેતા છે. હું તેમની રાજકીય સફર જાણું છું, તેથી મને ખાતરી છે કે તેઓ એવો કોઈ નિર્ણય નહીં લે કે જેનાથી મહાગઠબંધનને આંચકો લાગે, એમ ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુળેએ આ મુલાકાત અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું.
આ મુલાકાત અંગે ભાજપના નેતા પ્રવીણ દરેકરે જણાવ્યું હતું કે, ભુજબળનું રાજકારણ સનસનાટીભર્યું રહ્યું છે. તેમની શરદ પવાર સાથએની મુલાકાત શા માટે છે તેની મને જાણકારી નથી. આ વિશે છગન ભુજબળ અને શરદ પવાર વચ્ચેની બેઠકની વાતો બહાર આવશે પછી જ ખબર પડશે.

શિંદે જૂથના નેતા સંજય શિરસાટે આ અંગે પ્રતિક્રિયાઆપતા જણાવ્યું હતું કે, તેમના (ભુજબળ) વિશે આગાહી કરવી મુશ્કેલ છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button