આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

એશિયાના સૌથી મોટા ઈમેજિંગ ટેલિસ્કોપનું કર્યું ઉદ્ધાટનઃ બ્રહ્માંડના રહસ્યો જાણી શકાશે…

મુંબઈ-લદ્દાખઃ એશિયાના સૌથી મોટા ઇમેજિંગ ચેરેનકોવ ટેલિસ્કોપ ‘ધ મેજર એટમોસ્ફિયરિક ચેરેનકોવ એક્સપેરિમેન્ટ’ (એમએસીઇ) વેધશાળાનું લદ્દાખના હેન્લે ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ટેલિસ્કોપથી વૈજ્ઞાનિક સંશોધનને વેગ મળશે, જ્યારે બ્રહ્માંડના રહસ્યો પણ જાણી શકાશે. 4 હજાર 300 મીટર ઊંચાઈ પર સ્થિત આ વિશ્વનું સૌથી ઊંચું ટેલિસ્કોપ પણ છે. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી (ડીએઇ)ના સેક્રેટરી અજીત કુમાર મોહંતીએ ચોથી ઓક્ટોબરે એને કાર્યરત કર્યું હતું.

આ પણ વાંચો : આનંદો મિલ્કી વેનું નિર્માણ કરનારા બે પ્રાચીન કણ મળ્યા, જર્મનીના વૈજ્ઞાનિકોએ આપ્યા Shiv-Shakti નામ…

આ ટેલિસ્કોપનું નિર્માણ મુંબઈ સ્થિત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી) દ્વારા ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ઈસીઆઈએલ) અને અન્ય ભારતીય ઉદ્યોગ ભાગીદારોના સહયોગથી કરવામાં આવ્યું છે. એમએસીઈ વેધશાળાને કાર્યરત કરવી એ ડીએઇના પ્લેટિનમ જ્યુબિલી વર્ષની ઉજવણીનો એક ભાગ છે.

આ વેધશાળાને ભારતની મહાન સિદ્ધિ ગણાવી મોહંતીએ જણાવ્યું હતું કે આ ટેલિસ્કોપથી વૈજ્ઞાનિકો ઉચ્ચ ઊર્જા ધરાવતા ગામા કિરણોનો અભ્યાસ કરી શકશે, જેનાથી બ્રહ્માંડની સૌથી ઊર્જાસભર ઘટનાઓ સમજવાનો માર્ગ મોકળો થશે.

એમએસીઈ યોજના ફક્ત વૈજ્ઞાનિક સંશોધનોને આગળ વધારવામાં મદદ કરશે નહીં, પરંતુ લદ્દાખના સામાજિક-આર્થિક વિકાસમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.
(પીટીઆઈ)

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker