ચેમ્બુરમાં અકસ્માતમાં બાઇક-ટેક્સીચાલકનું મોત: પ્રવાસી ઘાયલ

મુંબઈ: ચેમ્બુર વિસ્તારમાં સિમેન્ટ મિક્સર ટ્રકે અડફેટમાં લેતાં બાઇક-ટેક્સીચાલકનું મોત થયું હતું, જ્યારે પ્રવાસીને ગંભીર ઇજા પહોંચી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ચેમ્બુરમાં સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ (એસસીએલઆર) પર રવિવારે સાંજે આ અકસ્માત થયો હતો.
આ પણ વાંચો: અકસ્માતનો ભોગ બનેલા યુવકના કુટુંબને 53 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ
અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઇક-ટેક્સીચાલકની ઓળખ અરવિંદ કોલગે તરીકે થઇ હતી, જ્યારે પ્રવાસી કૌસ્તુભ દીક્ષિત (30) ગંભીર રીતે ઘવાયો હતો. પ્રવાસીને સારવારાર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અકસ્માત બાદ સિમેન્ટ મિક્સર ટ્રકનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ પ્રકરણે ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 (1) (સદોષ મનુષ્યવધ) સહિત અન્ય કમલો તથા મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)