રોકાણકાર સાથે છેતરપિંડી, લાખોની ઉચાપત: ક્રેડિટ સોસાયટીના કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ

થાણે: રોકાણકાર સાથે છેતરપિંડી અને લાખો રૂપિયાની ઉચાપત કરવા પ્રકરણે નવી મુંબઈ પોલીસે ક્રેડિટ સોસાયટીના કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
રમેશકુમાર પટેલ (32) નામના કર્મચારીએ એપ્રિલ, 2002થી માર્ચ, 2023 વચ્ચે ગુનો આચર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
તળોજા વિસ્તારમાં આવેલી ક્રેડિટ સોસાયટી દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે તેમના ગ્રાહકો પાસેથી રમેશકુમારે રૂ. 8.83 લાખ લીધા હતા, પણ માત્ર રૂ. 4.61 લાખ ઓફિસમાં જમા કરાવ્યા હતા અને રૂ. 4.22 લાખની ઉચાપત કરી હતી.
આપણ વાંચો: બાળકી દત્તક અપાવવાને નામે મહિલા સાથે, નવ લાખની છેતરપિંડી: આરોપી પકડાયો
એ સિવાય રમેશકુમારે ક્રેડિટ સોસાયટીમાં એકાઉન્ટ ખોલાવવા અને તેમાં પૈસા જમા કરાવવા માટે રોકાણકાર પાસેથી રૂ. 60 હજાર લીધી હોવાનો પણ તેના પર આરોપ છે.
તળોજા પોલીસે આ પ્રકરણે રમેશકુમાર વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હોવાનું સ્ટેશન હાઉસના ઓફિસરે જણાવ્યું હતું. (પીટીઆઇ)