પ્લેન ક્રેશઃ શું ચાર્ટર્ડ પ્લેન દુર્ઘટનામાં વળતર મળે છે? જાણો કાયદાકીય નિયમો

મુંબઈ: 2026ની શરૂઆત એક ભયાનક વિમાન દુર્ઘટનાથી થઈ છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિત પાંચ જણ પ્રાઈવેટ ચાર્ટર વિમાનમાં મુંબઈથી બારામતી જતી વખતે મૃત્યુ પામ્યા હતા. ગયા વર્ષે એપ્રિલમાં અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું ત્યારે 200 લોકો માર્યા ગયા હતા. આનાથી હવાઈ મુસાફરી અને મુસાફરોની સલામતી અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. આવા પ્રાઈવેટ ચાર્ટર્ડ વિમાન અકસ્માતમાં મૃતકોના વારસદારોને વળતર મળે છે કે નહીં અને કેટલું મળશે એ સવાલ દરેકના મનમાં ઘોળાઈ રહ્યા છે.
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃતકોના વારસદારોને વળતર અંગે તીવ્ર ચર્ચા થઈ હતી. એર ઇન્ડિયા જેવી કોમર્શિયલ ફ્લાઇટ્સના કિસ્સામાં વળતર આંતરરાષ્ટ્રીય નિયમો પર આધારિત હોય છે. મોન્ટ્રીયલ કન્વેન્શન 1999 ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં લાગુ પડે છે. આ એક આંતરરાષ્ટ્રીય કરાર છે. જેમાં મુસાફરોના અધિકારો અને એરલાઇન કંપનીની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. ભારતમાં, તેનો અમલ કેરેજ બાય એર એક્ટ હેઠળ થાય છે. તેનું પાલન થાય છે કે નહીં તેના પર નજર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) રાખે છે.
આ પણ વાંચો : અજિત પવારના મૃત્યુ બાદ બે એનસીપીના પુન: એકીકરણમાં ઝડપ આવવાની શક્યતા
મોન્ટ્રીયલ કન્વેન્શન હેઠળ જો કોઈ મુસાફરનું કોમર્શિયલ ફ્લાઇટ દરમિયાન મૃત્યુ થાય છે અથવા ગંભીર રીતે ઘાયલ થાય છે, તો એરલાઇન વળતર ચૂકવવા માટે બંધાયેલી છે. એના માટે એરલાઇનની ભૂલ સાબિત કરવી અથવા બીજા કોઈની બેદરકારી દર્શાવવી જરૂરી નથી. આ નિયમ અકસ્માત પછી તરત જ અમલમાં આવે છે. આ નિયમ અનુસાર દરેક મુસાફર લગભગ 1.5 કરોડથી 1.85 કરોડ સુધીના વળતર માટે હકદાર છે.
ચાર્ટર્ડ એરક્રાફ્ટના નિયમો લગ હોય છે. તેના વિમાન અને કોમર્શિયલ ફ્લાઇટ્સ વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે ચાર્ટર્ડ એરક્રાફ્ટ નોન-શેડ્યુલ્ડ હોય છે. આનો અર્થ એ છે કે આ એરક્રાફ્ટ સામાન્ય લોકોને ટિકિટ વેચાણના આધારે ચલાવવામાં આવતા નથી. પરિણામે મોન્ટ્રીયલ કન્વેન્શન 1999નો કાયદો આ એરક્રાફ્ટ પર સીધો લાગુ પડતો નથી.
આ પણ વાંચો : મહાયુતિનો મેયર પદ માટે ફોર્મ્યુલા નક્કી થઈ ગયો
ચાર્ટર્ડ જેટનો ઉપયોગ વીઆઈપીની અવરજવર, કોર્પોરેટ ટ્રાવેલ અથવા પ્રાઈવેટ મુસાફરોના ઉપયોગ માટે થાય છે. કાયદા અનુસાર એ પ્રાઈવેટ અથવા નોન-શેડ્યુલ્ડ કામગીરી ગણવામાં આવે છે. આ કારણોસર, આ એરક્રાફ્ટ સાથે સંકળાયેલા અકસ્માતો માટે વળતર પર કોઈ સરકારી મર્યાદા નથી. આ કિસ્સામાં, બધી જવાબદારી ઓપરેટર, વીમા કંપની અને કોર્ટના નિર્ણયો પર આધારિત છે.
મોન્ટ્રીયલ કન્વેન્શન ચાર્ટર પ્લેન અકસ્માતો પર લાગુ પડતું નથી. આનો અર્થ એ છે કે પીડિતોને વળતર મળતું નથી. દરેક ચાર્ટર્ડ પ્લેન ઓપરેટર માટે થર્ડ-પાર્ટી અને પેસેન્જર વીમો લેવો ફરજિયાત છે. આ વીમાના આધારે વળતર ચૂકવવામાં આવે છે. આ કિસ્સામાં વળતર આપોઆપ નથી મળી જતું. પીડિતના પરિવારે સાબિત કરવું પડશે કે અકસ્માત માનવ ભૂલ, ટેકનિકલ ભૂલ અથવા ઓપરેટરની બેદરકારીને કારણે થયો હતો. જો કે, આમાં વીમા કંપની અને ઓપરેટરની ભૂમિકા નિર્ણાયક હોય છે.
આ પણ વાંચો : બારામતીમાં વિમાન દુર્ઘટના: સીઆઇડીએ તપાસ શરૂ કરી
ચાર્ટર્ડ પ્લેન અકસ્માત પછી પીડિતનો પરિવાર વળતર માટે સિવિલ કોર્ટ અથવા ગ્રાહક કોર્ટમાં દાવો દાખલ કરી શકે છે. વળતરની રકમ નક્કી કરતી વખતે અદાલત ઘણા પરિબળો ધ્યાનમાં લઈ શકે છે.
ઉદાહરણ તરીકે, મૃતકની ઉંમર, તેની આવક, આશ્રિતોની સંખ્યા, સામાજિક દરજ્જો વગેરે. આ કારણોસર, ચાર્ટર્ડ પ્લેન અકસ્માતોમાં વળતરની રકમ સમાન હોતી નથી. કેટલાક કિસ્સાઓમાં, તે 50 લાખ રૂપિયા સુધી મર્યાદિત હોય છે. જ્યારે કેટલાક મોટા કિસ્સાઓમાં, તે 11 કરોડ રૂપિયા સુધી જાય છે. મેંગલુરુ અને કોઝિકોડમાં થયેલા ચાર્ટર્ડ પ્લેન અકસ્માતોમાં, કોર્ટે પીડિત પરિવારને લગભગ 11 કરોડ રૂપિયાનું વળતર આપ્યું હતું.
જો અકસ્માતની તપાસમાં સાબિત થાય કે પાઇલટની ભૂલ, નબળી જાળવણી અથવા તકનીકી નિષ્ફળતા અકસ્માત માટે જવાબદાર હતી, તો વળતર મળવાની શક્યતા વધી જાય છે. જો કે, જો અકસ્માત કુદરતી આફત, ખરાબ હવામાનને કારણે થયો હોવાનું સાબિત થાય તો એને ‘એક્ટ ઓફ ગૉડ’ ગણી વળતરનો ઇનકાર પણ કરી શકાય છે.



