આજથી બેસ્ટની બસના રૂટમાં ફેરફાર: અનેક રૂટની સેવાનું વિસ્તારીકરણ, અમુક રૂટની સેવા ખંડિત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

આજથી બેસ્ટની બસના રૂટમાં ફેરફાર: અનેક રૂટની સેવાનું વિસ્તારીકરણ, અમુક રૂટની સેવા ખંડિત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બેસ્ટ ઉપક્રમ દ્વારા આજે પહેલી નવેમ્બરથી બેસ્ટ બસના રૂટમાં મોટા પ્રમાણમાં ફેરફાર કર્યા છે, જેમાંથી અમુક રૂટ પર બેસની સર્વિસને વિસ્તારમાં આવી છે. તો અમુક બસ રૂટને બંધ કરી દેવામાં આવ્યા છે. તેમ જ અમુક રૂટની બસને એસી સેવામાં રૂપાંતર કરવામાં આવ્યું છે.

બસ નંબર છ લિમિટેડનું રૂપાંતર હવે એસી એ-છમાં કરી દેવામાં આવ્યું હોઈ તે હવે ટાટા વીજ કેન્દ્રથી કોલાબા ડેપોને બદલે બૅકવે ડેપો સુધી દોડશે. વિક્રોલી ડેપોથી મુંબઈ સેન્ટ્રલ ડેપો વચ્ચે દોડનારી એ-૩૦ હવે પંડિત પલુસ્કર ચોક સુધી દોડશે. બૅક વે ડેપોથી છૂટનારી એ-૪૫ અને મુંબઈ સેન્ટ્રલ ડેપોથી છૂટનારી એ-૪૯ આ બંને રૂટ હવે એમએમઆરડીએ કોલોની માહુલને બદલે માહુલ વિલેજ સુધી દોડશે.

ડૉ. શ્યામપ્રસાદ મુખરજી ચોકથી શિવડી બસ સ્ટોપ સુધી દોડનારી ૬૯ નંબરની બસ હવે વડાલા ડેપો સુધી વધારવામાં આવી છે. વૈશાલી નગર મુુંલુંડથી મરોલ ડેપો સુધી દોડનારી ૩૦૭ હવે એ-૩૦૭ નંબરની થઈ ગઈ છે અને હવે તે હોલી સ્પિરિટ હૉસ્પિટલ માર્ગે મજાસ ડેપો સુધી વિસ્તારમાં આવી છે.

એ-૩૬૨ બસને કુર્લા બસ સ્ટેશન પૂર્વથી ડૉ. આંબેડકર ઉદ્યાનથી સુભાષ નગર, આચાર્ય વિદ્યાલય, ખારદેવ નગર માર્ગે દેવનાર ડેપો સુધી વિસ્તારવામાં આવી છે. ઘાટકોપર ડેપોથી આગરચોક અંધેરી પૂર્વ દરમ્યાન દોડનારી એ-૫૩૩ બસ ગોખલે પૂલ માર્ગે અંધેરી સ્ટેશન પશ્ર્ચિમ સુધી વિસ્તારમાં આવી છે. એ-૫૦૨ નેરુલ સેકટર ૪૮થી દેવનાર ડેપો દરમ્યાન દોડનારી બસ શિવાજી નગર ડેપો સુધી વિસ્તારમાં આવી છે.

દેવનાર ડેપોથી બોરીવસી સ્ટેશન પૂર્વ વચ્ચે દોડનારી એ-સી ૬૦ હવે એ-૪૫૮ આ નવા નંબર સાથે દોડશે. રાણી લક્ષ્મી બાઈ ચોકથી એન્ટોપ હિલ દરમ્યાન દોડનારી બસ હવે એ-૩૩૬ આ નંબરથી દોડશે અને ચારકોપરથી મરોલ ડેપો દરમ્યાન દોડનારી એ-૪૬૧ બસ હવે એ-૪૬૫ આ નવા નંબર સાથે દોડશે.

વર્લ્ડ ટ્રેડ સેન્ટરથી મહાત્મા ફુલે માર્કેટ દરમ્યાન દોડનારી એ-૨૫ હવે એ-૧૦૧ આ નંબર સાથે દોડશે. સાંતાક્રુઝ ડેપોથી કોલાબા ડેપો વચ્ચે દોડનારી એ-૧ હવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી દોડશે. ભાયખલા સ્ટેશન પશ્ર્ચિમથી કોલાબા ડેપો સુધી દોડનારી એ-૭૮ બસ ડૉ. શ્યમાપ્રસાદમુખર્જી ચોક સુધી દોડશે. એ-૩૭૦ બસ મ્હાડા મુલુંડથી કેળકર કોલેજ દરમ્યાન દોડશે. ૬૦૫ નંબરની બસ હવે એ-૬૦૫માં રૂપાંતર કરવામાં આવી છે અને તે ટેમ્ભીપાડાના બદલે વૈભવ ચોક સુધી અને ૬૦૬ આ બસ નરદાસ નગરને બદલ અશોક કેદારે ચોક સુધી ખંડિત કરવામાં આવી છે. બસ નંબર એ-૧૭૧ વરલી ડેપોથી ચુનાભટ્ટીનેે બદલે એન્ટોપ હિલ સુધી દોડશે.

૧૦૦ નંબરની અહિલ્યાબાઈ હોળકર ચોકથી ફ્રી પ્રેસ જર્નલ માર્ગ, બોરીવલી સ્ટેશન્ પૂર્વથી જય મહારાષ્ટ્ર નગર એ-૨૯૯, કાળાકિલ્લા ગરથી મહારાણા પ્રતાપ ચોક મુલુંડ બસ નંબર સી-૩૦૨, વિક્રોસી સ્ટેશન પશ્ર્ચિમથી હિરાનંદાની બસ નંબર ૪૧૮, ઘાટકોપર ડેપોથી નેરુલ બસ ડેપો એ-૫૧૧, કાંજુરમાર્ગ સ્ટેશન પશ્ર્ચિમથી હનુમાન નગર ૬૦૮ અને ભાંડુપ સ્ટેશન પશ્ર્ચિમથી હનુમાન નગર ૬૧૨ નંબરની બસ બંધ કરી દેવામાં આવી છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button