આમચી મુંબઈ

સમાજમાં ભાગલા પડાવવા માટે પહલગામમાં હિન્દુઓને લક્ષ્ય બનાવાયા: બાવનકુળે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના રાજ્યએકમના વડા ચંદ્રશેખર બાવનકુળેએ બુધવારે જણાવ્યું હતું કે હિન્દુઓને જાણી જોઈને આતંકવાદીઓ દ્વારા લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા, કેમ કે તેઓ લોકોમાં ભાગલા પડાવવા માગે છે.
તેમણે રાજકીય પક્ષો અને નાગરિકોને આ મુદ્દે રાજકારણ કરવાથી દૂર રહેવાની સલાહ આપી હતી.

આ અત્યંત હૃદયદાવક ઘટના છે, જેનાથી આખા દેશમાં શોકની લાગણી છે. પણ કમનસીબ છે કે કેટલાક લોકો આ મુદ્દે રાજકારણ કરીને ટ્રેજેડીમાંથી પોતાના લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એમ બાવનકુળેએ નાગપુરના એરપોર્ટ પર જણાવ્યું હતું.

લોકોએ આતંકવાદી હુમલામાં પોતાના પ્રાણ ગુમાવનારા લોકોના પરિવારો સાથે ઊભા રહેવું જોઈએ, એમ પણ તેમણે કહ્યું હતું. આતંકવાદીઓ દ્વારા કાયરતાપુર્ણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમણે ભોગ બનેલા લોકોને તેમના ધર્મ વિશેની જાણકારી આપવા કહ્યું હતું અને હિન્દુઓનેૈ જ હુમલામાં ઈરાદાપુર્વક લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. કાશ્મીરમાં આવા હુમલા થઈ રહ્યા છે એનો અર્થ એવો થાય છે કે આતંકવાદીઓ અને તેમના સૂત્રધારો દેશમાં લોકોમાં ભાગલા પડાવવા માગે છે, એમ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button