માત્ર 25 કરોડની ચોરી પકડવા ગયેલી પોલીસ પણ ચોંકી ગઈ જ્યારે આંકડો આટલો નીકળ્યો
![Proposed fire station location on Mumbai's Coastal Road](/wp-content/uploads/2025/01/mumbai_coastal_road_fire_station_location.webp)
મુંબઇમાં જુદી જુદી કંપનીઓના નામે 140 કરોડ રૂપિયાની ચોરી કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ કેસ જીએસટીની ચોરીનો છે. મુંબઇના રિજનલ સેન્ટ્રલ જીએસટી વિભાગે 140 કરોડ રૂપિયાની જીએસટી કરચોરીનો પર્દાફાશ કર્યો છે. હાલમાં આ ચોરી ક્યારથી અને કેવી રીતે કરવામાં આવી રહી હતી અને તેમાં કોણ કોણ સંડોવાયેલા છે એ બધી બાબતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
એમ જાણવા મળ્યું છે કે આ કરચોરી નકલી જીએસટી પેમેન્ટ કરીને કરવામાં આવી રહી હતી. આ મામલે મીરા રોડ ખાતેથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ કાપડિયા મોહમ્મદ સુલતાન તરીકે થઇ છે. હકીકતમાં 26.92 કરોડ રૂપિયાની કરચોરીની તપાસ કરતી વખતે કરચોરીનો આટલો મોટો કેસ પ્રકાશમાં આવ્યો હતો.
Also read: જીએસટીની આવકમાં દસ ટકાનો વધારો
શરૂઆતમાં તો માત્ર 26.92 કરોડની કરચોરીનો જ પર્દાફાશ થયો હતો, પણ વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કેસનો મુખ્ય આરોપી સુલતાન એક નહી, બે નહીં, પણ નકલી 18 અલગ અલગ કંપનીઓના નામે ચૂકવણી કરીને જીએસટીનું રિફંડ મેળવતો હતો. આ રીતે તેણે 140 કરોડ રૂપિયાનું રિફંડ મેળવ્યું હતું. સુલતાને આવા રિફંડ મેળવવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. આ કાર્ડ અલગ અલગ લોકોના નામે હતા. તેમના નામે નકલી કંપનીઓ ખોલીને તેમના નામે જ રિફંડ લેવામાં આવતા હતા. હાલમાં સુલતાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. આ મામલે જીએસટી વિભાગ વધુ તપાસ કરી રહ્યું છે.