આજે રેલવેની ત્રણેય લાઇનમાં બ્લોક…
મુંબઈ: મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા સિગ્નલિંગ, ટ્રેક રિપેર સહિતના કામો હાથ ધરવામાં આવનાર હોવાથી રવિવારે મેગાબ્લોક રહેશે.
આ પણ વાંચો : Viral Video: Mumbai Localમાં સીટ ના મળતાં કાકાએ કર્યું કંઈક એવું કે…
મધ્ય રેલવે મેઇન લાઇનમાં માટુંગાથી મુલુંડ અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર સવારે ૧૧.૦૫ કલાકથી બપોરે ૩.૦૫ કલાક સુધી બ્લોક રહેશે. બ્લોક દરમિયાન સીએસએમટીથી ઠાણે અપ અને ડાઉન ફાસ્ટ લોકલ સ્લો ટ્રેક પર દોડાવવામાં આવશે અને તમામ ટ્રેનો ઉક્ત સ્ટેશનો વચ્ચે દરેક સ્ટેશન પર રુકશે.
હાર્બર લાઇનમાં સીએસએમટીથી ચુનાભટ્ટી/બાન્દ્રા માર્ગ પર સવારે ૧૧.૧૦ કલાકથી બપોરે ૪.૪૦ કલાક સુધી બ્લોક રહેશે.
બ્લોક દરમિયાન સીએસએમટીથી વાશી/નેરુળ/પનવેલ, સીએસએમટીથી બાન્દ્રા/ગોરેગામ અપ અને ડાઉન લોકલ સેવા બંધ રહેશે. પનવેલ-કુર્લા દરમિયાન વિશેષ લોકલ દોડાવવામાં આવશે.
આ પણ વાંચો : મુંબઈગરાઓએ ફરીથી માસ્ક ખરીદવા પડે તેવી સ્થિતિ, હવા મંદ પડતા પ્રદૂષણમાં વધારો
પશ્ચિમ રેલવેમાં માહિમથી ગોરેગામ અપ અને ડાઉન માર્ગ પર સવારે ૧૧ થી બપોરે ચાર વાગ્યા સુધી બ્લોક રહેશે. બ્લોક દરમિયાન ચર્ચગેટથી ગોરેગામ અપ અને ડાઉન સ્લો લાઇનની અમુક લોકલ રદ કરવામાં આવશે.