આમચી મુંબઈ

આ સ્ટેશનો નજીક લોકલ ટ્રેનો ઝુકવા લાગતા પ્રવાસીઓને માથે જોખમ

મુંબઈની જીવાદોરી સમી ગણાતી લોકલ ટ્રેનોમાં હવે તો ચોવીસે કલાક ભારે ભીડ હોય છે. લોકો પોતાના જીવ જોખમમાં રાખીને મુસાફરી કરતા હોય છે. ક્યારેક કોઇનો હાથ છૂટતા તે નીચે પડી જાય છે. લોકો ઘાયલ થાય છે અને ક્યારેક તો તેઓ જીવ પણ ગુમાવી દે છે. વહીવટી તંત્રને પણ આ મામલાની જાણ છે. કલવા, મુંબ્રા અને દિવા રેલવે સ્ટેશન પર આવા અકસ્માતની ઘટના વધુ બને છે, કારણ કે અહીંથી પસાર થતી વખતે લોકલો એક બાજુ સહેજ ઝુકી જતી હોય છે.

કલવા મુંબ્રા અને દિવા સ્ટેશનો વચ્ચે ભીડના સમયે ખૂબ જ ઝડપથી દોડતી લોકલ ટ્રેન ડાબી કે જમણી બાજુ થોડી ડીગ્રીમાં ઝુકી જતી હોય છે. ભારે ભીડ હોવાથી અને ટ્રેનોમાં લોકોના અને સીટોના વજનને કારણે ટ્રેન એક બાજુ સહેજ ઝુકી જાય છે, જેને કારણે દરવાજા પર ટિંગાઇને મુસાફરી કરતા સેંકડો પ્રવાસીઓના હાથ પર ઘણો ભાર આવે છે.એવામાં તેઓ તેમનું સંતુલન ખોઈ બેસે છે અને ક્યારેક ડબ્બાની બહાર ફેંકાઈ જવાનો પણ ભય રહે છે.

લોકો ખીચોખીચ ભરેલી લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવા મજબૂર છે. તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને જોખમી મુસાફરી કરતા હોય છે ક્યારેક અકસ્માતો થાય છે ત્યારે ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ પણ થાય છે અને કોઈના મૃત્યુ પણ થાય છે આવી ઘટનાઓ વારંવાર બને છે અને મુસાફરોના જીવ જોખમમાં જ રહે છે તેથી મરાઠા એકીકરણ સમિતિ ના ઉપપ્રમુખે સેન્ટ્રલ રેલવે જનરલ મેનેજર અને રેલવે મંત્રાલયને ઈમેલ દ્વારા આ બાબતને જાણ કરી છે અને આ વિષયમાં ઘટતું કરવા વિનંતી કરી છે.

Also read: સેન્ટ્રલ રેલવે આરપીએફએ આટલા કરોડોની ચોરાયેલી સંપત્તિ રિકવર કરી…..

પ્રવાસીઓ જણાવે છે કે કલવા મુંબ્રા અને દિવા સ્ટેશનો પર ભારે સમસ્યા છે. અહીં જે સ્લો ટ્રેનો આવે છે તે કલ્યાણથી આવે છે, જે ડોંબિવલીથી જ ફૂલ પેક થઇ જાય છે અને જેમ જેમ ટ્રેન આગળ વધે છે તેમ તેમ અંદર મુસાફરોની સંખ્યા વધતી જ જાય છે. એવામાં દરવાજે લટકતા લોકોના જીવ જોખમાય છે. કલવા સ્ટેશન પાસે પારસિક ટનલ પાસેથી જતી વખતે, મુબ્રા સ્ટેશનની આપ અને ડાઉન લાઇન પરના વળાંકો પર પસાર કરતી વખતે અને મુબ્રા સ્ટેશન બાદ દિવા સ્ટેશનના વળાંકો પર ટ્રેનના કોચ સહેજ ઝુકી જાય છે. આને કારણે દરવાજે લટકતા મુસાફરોના હાથ પર બહુ જ ભાર આવે છે અને તેઓ સંતુલન ગુમાવી બેસતા ચાલુ ટ્રેનમાંથી પડી જતા અકસ્માત થાય છે અને ક્યારેક તો તેમના મૃત્યુ પણ થાય છે. કલવા મુંબ્રા અને દિવા સ્ટેશનો ભારે ભીડવાળા હોય છે. તેથી લોકો કમ સે કમ દિવા સ્ટેશનથઈ લોકલ શરૂ કરવાની ઘણા સમયથી માગ કરી રહ્યા છે, પણ તેમની માગ રેલવેના બહેરા કાને અથડાઇ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button