આમચી મુંબઈ

મધ્ય રેલવેમાં પ્રવાસ કરી રહ્યા છો? આ ભૂલ કરી તો મર્યા સમજજો…

મુંબઈઃ છેલ્લા કેટલાક મુંબઈના અનેક રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકરની ફોજ જોવા મળી રહી છે. ક્યારેક બાંદ્રા, ક્યારેક અંધેરી-બોરીવલી તો વળી ક્યારે દાદર-થાણે, સીએસએમટી…હવે મધ્ય રેલવેના કલ્યાણ સ્ટેશન પર પણ ટીસીઓનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે અને ખુદ રેલવે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની માહિતી આપવામાં આવી છે. એટલું જ નહીં રેલવે દ્વારા આ ઝુંબેશના કેટલાક ફોટો અને વીડિયો પણ શેર કરવામાં આવ્યા છે અને વિના ટિકિટ પ્રવાસ કરનારા ખુદાબક્ષોને ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

મધ્ય રેલવેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી પોસ્ટમાં એકદમ ફિલ્મી સ્ટાઈલમાં વિના ટિકિટ પ્રવાસ કરનારાઓ ખુદાબક્ષોને ચેતવણી આપી છે. પોતાની પોસ્ટ રેલવે દ્વારા એવું લખ્યું છે કે તુમ હમસે ફિર છુપ રહે હો, ઔર હમ તુમ્હારા સ્ટેશન પર ફિર સે ઇંતેજાર કર રહે હૈ… ગઈકાલે એટલે કે 16મી ઓક્ટોબરના એક જ દિવસમાં કલ્યાણ સ્ટેશન પર 4438 વિના ટિકિટ પ્રવાસીઓને પકડ્યા હતા અને એમની પાસેથી રૂપિયા 16,85,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.

મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સવારે 7 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી આશરે 167 ટીસી સ્ટેશન પર તહેનાત કરવામાં આવ્યા હતા. આ ટીસી સાથે 35 આરપીએફની ટીમ પણ એલર્ટ મોડ પર હતદી. દરેક ટીસીને આશરે 27 વિના ટિકિટ પ્રવાસીઓ મળ્યા હોઈ દરેકે આશરે 10,000 રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો છે.

બીજી બાજું પશ્ચિમ રેલવેની વાત કરીએ તો એપ્રિલ, 2023થી સપ્ટેમ્બર, 2023 એમ છ મહિનાના સમયગાળામાં ટિકિટ ચેકિંગની ઝુંબેશથી આશરે 12.63 લાખ ખુદાબક્ષોને પકડ્યા હોઈ તેમની પાસેથી 81.18 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. આગામી કેટલાક દિવસ સુધી આ જ રીતે સ્ટેશન પર ટિકિટ ચેકિંગ કરવામાં આવશે. પરિણામે પ્રવાસીઓએ ટિકિટ કઢાવીને જ પ્રવાસ કરવો એવી ચેતવણી પશ્ચિમ રેલવે દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button