બોલો મધ્ય રેલવેના આ સ્ટેશન પર Spider-Man ભીખ માંગતો જોવા મળ્યો…
કલ્યાણઃ મધ્ય રેલવેના કલ્યાણ સ્ટેશન પર હાલમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે જોઈને જોનારાઓને પોતાની આંખો પર વિશ્વાસ ના થયો. જી હા, એક ઇન્ફ્લુઅન્સર સ્પાઈડર-મેનના પોશાકમાં ભીખ માંગતો જોવા મળ્યો હતો. તેણે એક રીલ બનાવવા માટે આમ કર્યું હતું, જે ઇન્ફ્લુઅન્સરે બાદમાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેમાં ‘સ્પાઈડરમેન ફ્રોમ મુંબઈ’ રેલ્વે સ્ટેશનની બહાર બેસીને પસાર થતા લોકો પાસેથી પૈસા માંગતો દર્શાવ્યો હતો. રીલનું કેપ્શન, ભિખારીના અવાજમાં હતું, “સ્પાઈડરમેન કો દે દો ભાઈ કોઈ.”
આ પણ વાંચો : Good News: જગન્નાથ શંકરશેટનું નામ અપાશે મેટ્રો-૩ના સ્ટેશનને…
વીડિયોમાં એક વ્યક્તિ રેલ્વે સ્ટેશનની સીડી નીચે બેઠેલો જોવા મળી રહ્યો છે. ટ્રેનના મુસાફરોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે તે સ્પાઈડર મેનના પોશાક માં જોવા મળ્યો હતો. ત્યાં બેસીને તે ભીખ માંગતો હતો. સુપરહીરોનો કોસ્ચ્યુમ પહેરીને ભીખ માંગતી વ્યક્તિનો વાસ્તવિક કિસ્સો ન હતો, પરંતુ ઇન્સ્ટાગ્રામ-આધારિત રીલ્સના ક્રેઝને લીધે કરવામાં આવેલ કૃત્ય હતું.વિડિઓમાં એક વ્યક્તિ ‘સ્પાઈડર મેન’ ભિખારીને પૈસા આપતો દેખાય છે.
આ વીડિયો હાલ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. તે ઓગસ્ટમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યો હતો, જો કે, તાજેતરના દિવસોમાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અત્યાર સુધી, રીલને ૨.૮ મિલિયન વ્યૂઝ અને એક લાખથી વધુ લાઇક્સ મળી છે. લોકોએ વિડિયો પર પ્રતિક્રિયા આપી હતી અને રમૂજ કરી છે સ્પાઈડર મેનના ઘરમાં પૈસા નથી.” “અમને જીટીએ પહેલા કલ્યાણમાં સ્પાઈડર મેન મળ્યો.