મધ્ય રેલવેના 1306 પ્રવાસીઓની દિવાળી સુધરી
છેલ્લા ૧૦ મહિના દરમિયાન ખોવાયેલા કરોડોના કીમતી સામાન રેલવેએ પરત કર્યા
મુંબઈ: પ્રવાસ દરમિયાન રેલવે વિસ્તારમાં પ્રવાસીઓ પોતાનો કીમતી સામાન ભૂલી જતા હોય છે એ કોઇ નવી વાત નથી. કીમતી સામાન ભૂલી ગયા બાદ સામાન ભૂલી ગયેલા પ્રવાસીઓને દિવાળીની ભેટ સમાન આ સામાન પાછો કરવામાં આવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર, ૧૦ મહિના દરમિયાન ૪.૬૦ કરોડ રૂપિયાના કીમતી સામાનને સેન્ટ્રલ રેલવે અને આરપીએફે પ્રવાસીઓને પરત કર્યો હતો.
Also read: મુંબઈ-પુણે એક્સ્પ્રેસ-વે પર ખાનગી બસ-ટ્રક વચ્ચે ટક્કર, ૧૮ ઘાયલ, આઠ ગંભીર
અમાનત ઓપરેશન હેઠળ આ વર્ષે ૧૦ મહિના દરમિયાન પ્રવાસીઓ દ્વારા મોબાઈલ, લેપટોપ, જ્વેલરી, રોકડ, ડેબિટ/ક્રેડિટ કાર્ડસ, મહત્ત્વના દસ્તાવેજો અને અન્ય કીમતી સામાનો આરપીએફ પ્રાપ્ત કર્યાં હતાં, એવું સેન્ટ્રલ રેલવેએ બહાર પાડેલી યાદીમાં જણાવ્યું હતું.
ખાવાયેલા કે ગુમ થયેલા સામાન અને પુન:પ્રાપ્તિ કે પછી પરત કરવાની કુલ કિંમતના સામાનમાંથી મુંબઈ ડિવિઝન ટોચના સ્થાને રહ્યું હતું. અહીં ૫૫૮ પ્રવાસીઓ ૨.૨૮ કરોડના કીમતી સામાનને ભૂલી ગયા હતા, ત્યાર બાદ ભુસાવળ ડિવિઝનમાં ૧ કરોડ રૂપિયાનો કીમતી સામાન રેલવેને મળ્યો હતો, ત્યાર બાદ નાગપુર, સોલાપુર, પુણેનો નંબર આવે છે.
(એજન્સી)