સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેન સેવા ખોરવાઇ, સ્ટેશનો પર ભારે ભીડ | મુંબઈ સમાચાર

સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેન સેવા ખોરવાઇ, સ્ટેશનો પર ભારે ભીડ

મુંબઇઃ મુંબઇની લાઇફ લાઇન ગણાતી ટ્રેન સેવામાં વિલંબ તો હવે રોજનો થઇ પડ્યો છે. આજે સવારે ફરી એક વાર કેટલીક ટેક્નિકલ સમસ્યાઓને કારણે સેન્ટ્રલ રેલવેની તમામ લાઇનો પરની ઉપનગરીય ટ્રેન સેવાઓ ખોરવાઇ ગઇ છે. મળતી માહિતી મુજબ ભીવપુરી રોડ અને કર્જત સ્ટેશન વચ્ચે કંઇક ટેક્નિકલ સમસ્યા નિર્માણ થઇ છે.

સેન્ટ્રલ રેલવેના મુબઇ ડિવિઝને સોશિયલ મીડિયાપર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે ભીવપુરી રોડ અને કર્જત સ્ટેશન વચ્ચે ટેક્નિકલ સમસ્યાને કારણે બધી જ ટ્રેનો અપ અને ડાઉન લોકલ તેમ જ મેલ/એક્સ્પ્રેસ ટ્રેનો પ્રભાવિત થઇ છે. સમસ્યા નિવારણનું કામ ચાલુ છે. લોકોને થઇ રહેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

જોકે, રેલવેએ હાલમાં જ માહિતી આપી છે કે ટેક્નિકલ સમસ્યા સુધારી લેવામાં આવી છે અને રેલવે વ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો…મુંબઈ ગોવા નેશનલ હાઇવે વિશે મહત્વના અપડેટ જાણી લેજો

સવારે ઑફિસ જવાના સમયે જ ટ્રેન સેવાઓ ખોડંગાઇ જતા કામધંધે જનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લોકો જણાવી રહ્યા છે કે ટ્રેન મોડી પડવાનું તો હવે લગભગ રોજનું જ થઇ પડ્યું છે. રોજ કંઇક ને કંઇક કારણસર ટ્રેન લેટ પડતી હોય છે, જેને કારણે સમય સચવાતા નથી અને બધા કામો પણ રખડી પડે છે.

Back to top button