આમચી મુંબઈ

આ કારણે મધ્ય રેલવેના જનરલ મેનેજર લોકલ ટ્રેનમાં મુસાફરી કરી…

મુંબઈઃ મધ્ય રેલવેના નવા જનરલ મેનેજર રામ કરણ યાદવે જ્યારથી પદભાર સ્વીકાર્યો છે, ત્યારથી તેમણે કામનો જે રીતે સપાટો બોલાવ્યો છે એ જોઈને રેલવે અધિકારીઓ પણ એક્શનમોડમાં આવી ગયા છે. બુધવારે તો તેમણે ધસારા સમયે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરીને પ્રવાસીઓની સમસ્યા અને મુશ્કેલીને જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે સ્ટેશન મેનેજર અને આરપીએફ પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેક્શન પણ કર્યું હતું.

ભારતીય રેલવે એન્જિનિયરિંગ સેવાના વરિષ્ઠ અધિકારી રામ કરણ યાદવે શુક્રવારે જનરલ મેનેજર તરીકે પદભાર સ્વીકાર્યો હતો અને ત્યારથી જ તેમણે કામોનો જે રીતે સપાટો બોલાવ્યો છે એ જોતા રેલવે અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. પહેલાં જ દિવસે તેમણે અચાનક ઓપરેશન કન્ટ્રોલ ઓફિસની મુલાકાત લીધી હતી.

આ સિવાય તેમણે પાંચેય વિભાગના અધિકારી વર્ગની પહેલાં જ દિવસે બેઠક બોલાવી હતી. બુધવારે કોઈને પણ જાણ કર્યા વિના જ સીએસએમટી-થાણે-સીએસએમટી વચ્ચે લોકલમાં પ્રવાસ કર્યો હતો. સૌથી પહેલાં તેમણે જનરલ મેનેજર રામકરણ યાદવે બુધવારે ફાસ્ટ કસારા લોકલમાં સીએસએમટીથી થાણે વચ્ચે લોકલ ટ્રેનમાં મોટરમેનની કેબિન પ્રવાસ કર્યો હતો અને એ સમયે તેમણે સ્ટેશન, ટ્રેક પરની સ્વચ્છતા અને ટ્રેસપાસિંગની સમસ્યા વિશે માહિતી મેળવી હતી. પાછા ફરતી વખતે તેમણે થાણેથી સીએસએમટી વચ્ચેનો પ્રવાસ સેકન્ડ ક્લાસ કોચમાં કર્યો હતો. આ સમયે તેમણે પ્રવાસીઓની સમસ્યા જાણવાનો અને સમજવાનો પ્રયાસ કર્યો હતો.

મધ્ય રેલવે પર અત્યાર સુધી અનેક જનરલ મેનેજર આવ્યા, પરંતુત રામકરણ યાદવ કદાચ પહેલાં એવા જનરલ મેનેજર છે કે જેણે કોઈને પણ જાણ કર્યા વિના કોઈ પ્રકારની સુરક્ષા વિના ભીડમાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ પહેલાં પણ જનરલ મેનેજરે લોકલ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો, પરંતુ એ સમયે તેમણે રેલવે અધિકારીઓનો કાફલો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…