નવરાત્રિમાં Central Railwayએ હાથ ધરી ખાસ ડ્રાઈવ, કરી લાખોની કમાણી…
મુંબઈઃ નવરાત્રીમાં મધ્ય રેલવેએ સીએસએમટી સ્ટેશન પર ‘નવ દુર્ગા’ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે પ્રશાસને બે લાખથી વધુના દંડની વસૂલાત કરવામાં આવી હતી. મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝને નવરાત્રીના અવસરે સાતમી ઑક્ટોબરના રોજ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ખાતે “નવ દુર્ગા” નામની વિશેષ ટિકિટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. મુંબઈ ડિવિઝનની ઓલ વુમન સ્પેશિયલ ટિકિટ ચેકિંગ ટીમ -તેજસ્વિની ટીમ દ્વારા “નવ દુર્ગા” ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.
આ પહેલનો હેતુ તહેવારો દરમિયાન ટિકિટ-ચેકિંગને મજબૂત બનાવવા અને મુસાફરીને નિયમિત કરવા અંગે જાગૃતિ લાવવાનો હતો. સીએસએમટી અને નજીકના સ્ટેશનો પર ચેકિંગ માટે ૯ આરપીએફ સ્ટાફ સાથે કુલ ૫૧ ટિકિટ ચેકિંગ કર્મચારીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. કમર્શિયલ ટીમે સવારના ૮ વાગ્યાથી બીજે દિવસે સવારના ૪ વાગ્યા સુધી સ્ટાફને તહેનાત કરવામાં આવ્યા હતા. વિશેષ ડ્રાઇવ દરમિયાન ટીમોએ અનિયમિત અથવા ટિકિટ વિનાની મુસાફરીના કુલ ૭૬૫ કેસ પકડી પાડ્યા હતા અને સફળતાપૂર્વક 2.06 લાખનો દંડ વસૂલ્યો હતો.
મધ્ય રેલવેના કમર્શિયલ સ્ટાફમાં ખાસ કરીને ડૉ. સીમા શર્મા, ચીફ કમર્શિયલ મેનેજર (પેસેન્જર સર્વિસ), સેન્ટ્રલ રેલવેના સ્ટાફે તેમની હાજરી આપવાની સાથે પ્રેરણાદાયી કામગીરીથી પ્રોત્સાહિત કર્યા હતા, જેમાં તેમણે મહિલા ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા તેમના કામકાજ દરમિયાન રોજિંદી સમસ્યાઓ સાંભળી અને મૂલ્યવાન માર્ગદર્શન અને ઇનપુટ્સ પણ આપ્યા હતા. લોકલ ટ્રેનોમાં વધતી ટિકિટ વિના મુસાફરી કરવાનું પ્રમાણ વધારે હોવાથી રેલવે પ્રશાસન દ્વારા આ ઝુંબેશ હાથ ધરી હતી.