AC લોકલમાં વગર ટિકિટે? કરો આ નંબર પર ફરિયાદ, રેલવેએ વસૂલ્યો કરોડોનો દંડ!
આમચી મુંબઈ

AC લોકલમાં વગર ટિકિટે? કરો આ નંબર પર ફરિયાદ, રેલવેએ વસૂલ્યો કરોડોનો દંડ!

વોટ્સએપ નંબર પરની 11,000થી વધુ ફરિયાદ સામે રેલવેએ કરી કડક કાર્યવાહી

મુંબઈઃ મધ્ય રેલવે (CR)ને એસી લોકલ સંબંધિત ઘણી ફરિયાદો મળી રહી હતી. તેના ઉકેલ માટે મધ્ય રેલવેએ સમર્પિત 24/7 WhatsApp હેલ્પલાઇન અને ખાસ અમલીકરણ ટીમની રચના કરી હતી. આ ટીમે એક મહિના કરતાં પણ ઓછા સમયમાં તેની એર-કન્ડિશન્ડ ઉપનગરીય ટ્રેન સંબંધિત 11,000થી વધુ ફરિયાદનું નિરાકરણ કર્યું છે અને વગર ટિકિટે મુસાફરી કરનાર પર મોટી કાર્યવાહી કરી છે.

25મી મેના સેન્ટ્રલ રેલવેએ પ્રીમિયમ લોકલ ટ્રેન સેવાઓ સંબંધિત સમસ્યાઓનું નિરીક્ષણ કરવા અને તેનો જવાબ આપવા માટે એક વિશિષ્ટ એસી ક્લાસ ટાસ્ક ફોર્સ શરૂ કરી હતી સાથે એક સમર્પિત વોટ્સએપ ફરિયાદ નંબર – 7208819987 પણ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં મુસાફરો ટિકિટ વિનાના મુસાફરો, બિનજરુરી સામાન, વધુ પડતી ઠંડી અને ટિકિટ-ચેકિંગના અભાવની જાણ કરી શકે છે.

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે 25 મે, 2024થી 30 જૂન, 2025ની વચ્ચે અમને એસી લોકલ સંબંધિત 11,134 ફરિયાદ મળી હતી, જ્યારે તેના સંબંધી ફરિયાદનો ઉકેલ ફક્ત બે દિવસમાં કરવામાં આવ્યો હતો. જૂન 2024માં દરરોજ સરેરાશ 79 ફરિયાદ મળતી હતી, એમાં ઘટાડો થઇ જૂન 2025માં 29 થઈ ગઈ છે. રોજ મહત્તમ ફરિયાદો પણ 228થી ઘટીને 103 થઈ ગઈ છે.

ફરિયાદોના આધારે ટાસ્ક ફોર્સે 25 મે, 2024થી નવમી જુલાઈ 2025 દરમ્યાન એસી લોકલમાં વગર ટિકિટે પ્રવાસ કરતા 1.22 લાખ મુસાફરો પકડ્યા હતા અને તેમની પાસેથી 4.01 કરોડ દંડ વસુલવામાં આવ્યો હતો. રોજના સરેરાશ 356 ટિકિટ વિનાના મુસાફરો પકડાયા, તેમની પાસેથી દરરોજ 1.19 લાખ રૂપિયાથી વધુ દંડ વસૂલવામાં આવ્યો હતો.

પ્રવાસીઓએ પણ એસી લોકલમાં સ્વચ્છતા અને કાર્યરત રાખવા માટે CRના એક્ટિવ અભિગમની પ્રશંસા કરી છે. અહીં એ જણાવવાનું કે મધ્ય રેલવેમાં રોજના દરરોજ 1810 સેવાઓનું સંચાલન કરે છે, જેમાં 80 AC લોકલનો સમાવેશ થાય છે જેમાં દરરોજ લગભગ 78,000 મુસાફરો મુસાફરી કરે છે. “વોટ્સએપ ફરિયાદ નંબરે ખૂબ મદદ કરી છે,” ડૉ. નીલાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મુસાફરોએ ફક્ત મેસેજ કરવો જોઈએ, નંબર પર ફોન ન કરવો જોઈએ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button