મધ્ય રેલવેમાં 15 કોચની ટ્રેન કલ્યાણથી આગળ ખપોલી સુધી દોડાવાશે, કોણે નિર્દેશ આપ્યા?

મુંબઈઃ સબર્બન રેલવેમાં પ્રવાસીઓની ગીચતા અને વધતા અકસ્માતો મુદ્દે મધ્ય રેલવે પ્રશાસન ગંભીર બન્યું છે. મુમ્બ્રા રેલવે સ્ટેશન ખાતે બે ટ્રેન પસાર થતી વખતે ટ્રેનમાંથી પડતા પાંચ પ્રવાસીના મોત થયા હતા, જ્યારે આઠ જણને ગંભીર ઈજા મુદ્દે રેલવે બોર્ડના ચેરમેને નિર્દેશ આપ્યા પછી મધ્ય રેલવેએ પંદર કોચની ટ્રેન દોડાવવાની યોજનામાં ગતિ વધારી છે. પ્રસ્તાવિત યોજનાનું કામકાજ સંપન્ન થયા પછી ફાસ્ટ કોરિડોર જ નહીં, પરંતુ સ્લો કોરિડોરમાં ટ્રેન દોડાવવાનું શક્ય બનશે અને કલ્યાણથી આગળ ખપોલી/કસારા સુધી દોડાવવાનું શક્ય બનશે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને કલ્યાણના ફાસ્ટ કોરિડોરમાં બે સ્ટેશન તથા થાણે-કલ્યાણ કોરિડોરમાં પણ દોડાવવામાં આવે છે. જોકે, કલ્યાણ/કસારા/ખપોલી કોરિડોરના કુલ મળીને 24 સ્ટેશનનો સમાવેશ થાય છે. આ 34 સ્ટેશનમાં કુલ 26 પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ પ્લેટફોર્મની લંબાઈ વધારવાની સાથે અન્ય કામગીરી પણ ચાલુ છે, પરંતુ એ કામકાજ ઝડપથી પૂરું પાડવામાં આવશે, એમ અધિકારીએ જમાવ્યું હતું.
આ પણ વાંચો: મુમ્બ્રા દુર્ઘટના બાદ મધ્ય રેલવે સફાળું જાગ્યું: અકસ્માતો રોકવા માટે જાણો શું લીધા પગલાં
ચોમાસાની સિઝનના અંત સુધીમાં નિશ્ચિત
મધ્ય રેલવેમાં સીએસએમટી-કલ્યાણ ફાસ્ટ કોરિડોરના સ્ટેશનોને ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પંદર કોચની ટ્રેનોને સમાવવા માટે તૈયાર થઈ જશે, જ્યારે બાકીના સ્ટેશનો માટે લંબાવવામાં આવશે. આ મુદ્દે મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ કહ્યું હતું કે 31 ઓગસ્ટ સુધીમાં કામ પાર પાડવાની અપેક્ષા છે, પરંતુ ચોમાસાની સિઝનના અંત સુધીમાં કામકાજ પૂરું કરવામાં આવશે એટલું નિશ્ચિત છે.
રેલવે બોર્ડના ચેરમેને આપ્યા નિર્દેશો
ગયા અઠવાડિયા દરમિયાન મુંબઈ રેલવે બોર્ડના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ સતીશ કુમારે પ્રવાસીઓની સુવિધા માટે મધ્ય રેલવેને પંદર કોચની સર્વિસ વધારવાનો નિર્દેશ કર્યો હતો. ખાસ કરીને મધ્ય રેલવેમાં મુમ્બ્રા સ્ટેશનની ઘટના પછી રેલવે બોર્ડે પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ગંભીરતાથી નોંધ લીધી હતી. થાણે અને કલ્યાણ વચ્ચેના સ્લો કોરિડોરમાં પંદર કોચની ટ્રેન દોડાવવા માટે તૈયારી પૂરી કરી છે, જેનાથી 25 ટકા પ્રવાસીઓની કેરિંગ કેપેસિટી વધશે. થાણે સેક્શનમાં થાણે, કલવા, મુમ્બ્રા, દીવા, કોપર, દીઘે, ઠાકુર્લી અને કલ્યાણનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: મુમ્બ્રા ટ્રેન દુર્ઘટનાઃ જાણો છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા પ્રવાસીઓએ અકસ્માતમાં ગુમાવ્યા જીવ?
હાલમાં 25 પ્લેટફોર્મનો થાય છે ઉપયોગ
હાલના તબક્કે પંદર કોચની ટ્રેન દોડાવવામાં આવી રહી છે, જેના માટે ફાસ્ટ કોરિડોરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીએસએમટીમાં સાત નંબરના પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ભાયખલામાં (ત્રણ અને ચાર), દાદરમાં (નવએ, 11 અને 11), કુર્લા (પાંચ-છ), ઘાટકોપર (ત્રણ-ચાર), ભાંડુપ (ત્રણ-ચાર), મુલુંડ (ત્રણ-ચાર), થાણે (પાંચ, છ, સાત અને આઠ), ડોંબિવલી (ચાર-પાંચ) અને કલ્યાણ (એક, એકએ, ચાર, પાંચ, છ અને સાત)નો સમાવેશ થાય છે.
ભીડમાં ઘટાડો ચોક્કસ થશે
થાણેથી કલ્યાણના સ્લો કોરિડોરના કામગીરીની પ્રાથમિકતા છે, જેમાં ઓવરહેડ કેબલ્સ, પ્લેટફોર્મની લંબાઈ વધારવા અને સિગ્નલના થાંભલા ખસેડવાની છે, જેમાં શરુઆતના કામ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ આ કામ સંપન્ન થયા પછી ભીડમાં ઘટાડો થશે. અહીં એ જણાવવાનું કે મધ્ય રેલવેમાં રોજના 40 લાખથી વધુ પ્રવાસી મુસાફરી કરે છે, જેમાં ગીચ સ્ટેશનમાં ડોંબિવલી, થાણે, ઘાટકોપર, કુર્લાનો સમાવેશ થાય છે, જ્યારે અકસ્માત માટે કલ્યાણ-કુર્લા મોખરે છે, તેથી પ્રવાસીઓની સુરક્ષા માટે ફાસ્ટની માફક સ્લો કોરિડોરમાં વધુ પંદર કોચની ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ હોય તો પ્રવાસીઓને સુવિધા મળી શકે છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મધ્ય રેલવે પર થયેલી દુર્ઘટના બાદ રેલવે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે લોકલ ટ્રેનમાં…
દીવા સ્ટેશનના લેવલ ક્રોસિંગનો અવરોધ
પ્લેટફોર્મની લંબાઈ વધારવાનું કામ પણ વિવિધ તબક્કામાં હાથ ધરવામાં આવશે જેમ કે મુમ્બ્રા અને વિક્રોલી માટે કેબલ વર્ક, શિફ્ટિંગ પોલ્સ, સિગ્નલિંગ સિસ્ટમ અને પ્લેટફોર્મ એક્સટેન્સનની કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. હાલના તબક્કે દીવા સ્ટેશને મેજર અવરોધ છે. રોડઓવર બ્રિજ બાંધવાનું જરુરી છે, પણ તંત્ર કામ કરવામાં નિષ્ફળ જઈ રહ્યું છે. મધ્ય રેલવેમાં દીવા રેલવે સ્ટેશન મેજર છે, જ્યાં 70-75 ટકા લોકલ ટ્રેનને હોલ્ટ આપવામાં આવે છે, જ્યાંનું લેવલ ક્રોસિંગ માથાનો દુખાવો છે. લેવલ ક્રોસિંગને દિવસમાં 40 વખત ઓપન કરવામાં આવે છે, જેથી ટ્રેનસેવા પર પણ અસર થાય છે.
વિક્રોલી, કલવા, મુમ્બ્રા, દીવા સ્ટેશનનો હોલ્ટ અપાશે
મધ્ય રેલવેમાં પંદર કોચની ટ્રેનના હોલ્ટ સ્ટેશન માટે કલ્યાણ સેક્શનમાં વધુ અગિયાર સ્ટેશનનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં ટિટવાલા, ખડવલી, વાશિંદ, આસમાનગાંવ, આટગાંવ, થાન્સીટ, ખરડી, ઉમરમાલી અને કસારાનો સમાવેશ થાય છે. ઉપરાંત, સાઉથ ઈસ્ટ સેક્શનમાં વિઠ્ઠલવાડી, ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર, વાંગણી, શેલુ, ભિવપુરી, કર્જત, પલસધરી, કેલાવલી, કલ્યાણ, ડોલાવલી, લવજી અને ખપોલીનો પણ સમાવેશ થાય છે. એક વખત કામકાજ પૂરું થયા પછી થાણે/કલ્યાણ-કસારા/ખપોલી કોરિડોરમાં 25 ટકા પેસેન્જર કેપેસિટીમાં વધારો થશે. ફાસ્ટ કોરિડોરમાં પણ મધ્ય રેલવે વધુ સ્ટેશનમાં વિક્રોલી, કલવા, મુમ્બ્રા અને દીવા સ્ટેશને પણ હોલ્ટ આપશે.