આમચી મુંબઈ

સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ અને તેના પતિ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો

થાણે: હેલ્થ કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાને બહાને નવી મુંબઈના રહેવાસી પાસેથી 14.76 લાખ રૂપિયા કથિત રીતે પડાવવા બદલ નવી મુંબઈ પોલીસે સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ અને તેના પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઉલવે ખાતે રહેતા ફરિયાદી સાથે જુલાઈ, 2023થી જુલાઈ, 2025 દરમિયાન કથિત ઠગાઈ થઈ હતી. આરોપી દંપતીએ તેમના વ્યવસાયમાં રોકાણ કરવા ફરિયાદીને મનાવી લીધો હતો અને તેમની કંપનીની ફ્રેન્ચાઈઝી આપવાનું વચન આપ્યું હતું.

આપણ વાંચો: બોલીવુડના જાણીતા ગાયક બાદશાહની મુશ્કેલી વધી, આ કારણસર પંજાબ પોલીસે ગુનો નોંધ્યો…

એફઆઈઆર અનુસાર આરોપીએ તેમની કંપનીમાં રોકાણ કરવા પર ફ્રેન્ચાઈઝી મળવાની તક હોવાની ખાતરી આપી હતી. ફરિયાદીનાં નાણાં વેલનેસ ઈન્ડસ્ટ્રીમાં રોકવામાં આવશે, એવું પણ આરોપીએ કહ્યું હતું. આરોપીઓની કંપનીની પ્રતિષ્ઠા પર વિશ્ર્વાસ રાખીને ફરિયાદીએ 14.76 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

જોકે બાદમાં આરોપીઓએ તેમનું વચન પાળ્યું નહોતું. ફરિયાદીએ નાણાં ચૂકવ્યાં પછી આરોપીઓ દ્વારા ફ્રેન્ચાઈઝી શરૂ કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં. આ બાબતે વારંવાર પૂછવા છતાં આરોપીએ ઉડાઉ જવાબ આપ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

આ પ્રકરણે જાણીતી સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ અને તેના પતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી મંગળવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button