દેશમાં ૨૨ જાન્યુઆરીએ દિવાળી ઉજવો, પણ…, ઉદ્ધવ ઠાકરેએ કોને ફેંક્યો પડકાર?
મુંબઈ: દેશમાં ૨૨ જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે દિવાળીની ઉજવણી કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ શિવસેનાનાં વડા ઉદ્ધવ ઠાકરેએ ભાજપને પડકાર આપતા કહ્યું છે કે દેશ ૧૦ વર્ષમાં દેવાળિયો થઈ ગયો છે, તેના પર ચર્ચા કરવી જરૂરી છે.
સાથે જ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ૨૨ જાન્યુઆરીએ કાળારામ મંદિરે આવવા માટે આમંત્રણ આપશે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ૨૨ જાન્યુઆરીએ, અમે ભગવાન શ્રી રામ મંદિરના દર્શન કર્યા પછી નાસિકના કાળારામ મંદિરમાં ગોદાવરી તીરે આરતી કરવા જઈ રહ્યા છીએ. ૨૩ જાન્યુઆરીએ શિવસેનાની છાવણી અને જાહેરસભા યોજાશે.
ભગવાન શ્રી રામના મંદિર માટે વર્ષોથી ચાલી રહેલી લડાઈને આખરે સુપ્રીમ કોર્ટમાં ન્યાય મળ્યો. શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ આમંત્રણ આપવું જોઈએ અને પ્રાણ પ્રતિષ્ઠા તેમના દ્વારા કરાવવામાં આવે.
કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિને આમંત્રિત કરશે કે કેમ તે જાણી શકાયું નથી. પરંતુ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ૨૨ જાન્યુઆરીએ કાળારામ મંદિરની મુલાકાત લેવાનું આમંત્રણ આપીને, ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.